જૂનાગઢમાં ઉદ્યોગપતિ, કેળવણીકાર અરૂણ મૂછાળા પરિવાર દ્વારા રૂદ્રાભિષેક, યજ્ઞ દ્વારા મહાદેવની આરાધના

  • March 11, 2021 06:38 AM 

જૂનાગઢમાં મહાકાળી આશ્રમ ખાતે અગ્રણી ઉદ્યોગપતિ અને કેળવણીકાર અરૂણભાઇ મુછાળા પરિવારે લઘુરુદ્ર તથા અભિષેક હોમાત્મક યજ્ઞ ને રાત્રે મહાભિષેક સાથે મહાદેવની ભાવભેર આરાધના કરી હતી.  શિવ ભક્ત, અગ્રણી ઉદ્યોગપતિ અને કેળવણીકાર અરવિંદભાઈ મુછાળા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાદરીયા ખાતે આવેલ મહાકાળી આશ્રમ એ શિવરાત્રી ની મહાપૂજા, લઘુરુદ્ર , હોમાત્મક યજ્ઞ અને મહાભિષેક સહિતના કાર્યક્રમ દ્વારા મહાદેવની ભાવભેર પૂજન કરવામાં આવ્યું હતું ભવનાથ મંદિરનો જીણોદ્ધાર કરનાર શિવ ભક્ત અરૂણભાઇ મુછાળા એ ધારીના સરસીયા ગામે વતનમાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ કર્યું છે.  

મુંબઈના ઉદ્યોગપતિ બિલ્ડર અને સુરજ ફન વર્લ્ડ અને ધારી ગોંડલ અને થાણેમાં એન્જિનિયરિંગ ટેકનિકલ કોલેજ તથા હોટલ મેનેજમેન્ટ સહિતના શૈક્ષણિક સંકુલ ધરાવતા અરૂણભાઇ મુછાળા એ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવની શિવ પૂજા નો કર્મ જાળવી રાખ્યો છે. જે અંતર્ગત અરૂણભાઇ મુછાળા પાદરીયા ખાતે આવેલ મહાકાળી આશ્રમ ખાતે મહાદેવ ની પૂજન અર્ચન સાથે શા કા ત્મક લઘુરુદ્ર મહાપૂજા માં ૧૧ કિલો ના માપ સાથે મધ, ધીતથા પાંચ લીટર શેરડીનો રસ, દહી, ખાંડ, ભાંગ, ગાયનું દૂધ, ગંગાજળ, સાકર, નાળિયેરનું પાણી ના અભિષેક સાથે મહાદેવ ની ભવ્ય શિવ પૂજા કરવામાં આવી હતી તો આ ઉપરાંત હોમાત્મક યજ્ઞ દ્વારા પણ મહાદેવને ભાવભેર આરાધના સાથે આહુતિ આપવામાં આવી હતી. સાંજે મહાભિષેક ના કાર્યક્રમ દ્વારા મહાદેવની આરાધના  અરૂણભાઇ મુછાળા પરિવાર દ્વારા દિવસભર લઘુરુદ્ર, અભિષેક, હોમાત્મક યજ્ઞ સહિતના કાર્યક્રમો બાદ સાંજે મહા અભિષેક દ્વારા મહાદેવની આરાધના ના પણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દિવસભર મહાદેવની આરાધના મંત્ર પૂજા ના કાર્યક્રમમાં અરૂણભાઇ મુછાળા, શ્રીમતી રિતિકા બેન મુછાળા, સુરજભાઈ મુછાળા, ઉમેદભાઈ, રમણીકભાઈ મહેતા સહિતના પરિવારજનો સાથે રહ્યા હતા. તો આ ઉપરાંત મુછાળા પરિવારે શિવરાત્રિનાં પાવન દિવસે સંતો બ્રાહ્મણોને ભોજન અને દાન-દક્ષિણા અને સેવાભાવી અને ઉદાર હાથે મદદ ની પરંપરા પણ જાળવી રાખી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS