ગુજરાતની બેન્કોમાં ઢગલાબંધ રૂપિયા ખડકાયા, 8.15 લાખ કરોડની થાપણો

  • March 15, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં બેન્કોએ ધિરાણ છે તેનો આંકડો વધીને 6.41 લાખ કરોડ થયો છે, થાપણોમાં 7.32 ટકા અને ધિરાણમાં 2.30 ટકાની વૃદ્ધિગુજરાતની બેન્કોમાં ઢગલાબંધ રૂપિયા ખડકાયા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ થાપણોની રકમની સંખ્યા 8.15 લાખ કરોડ થઇ છે જે 7.32 ટકાની વૃદ્ધિ દશર્વિે છે જ્યારે થાપણોની રકમ 6.41 લાખ કરોડ થઇ છે જે 2.30 ટકાની વૃદ્ધિ દશર્વિે છે.

 


એક નાણાકીય અહેવાલ પ્રમાણે રાજ્યમાં બેન્કોની સંખ્યા 10046 હતી જે એક વર્ષમાં વદીને 10065 થઇ છે. જો કે બેન્કોની શાખાઓ એક વર્ષમાં માત્ર 19 વધી છે. જો કે બેન્કોની થાપણો વધી છે. માર્ચ 2020 સુધીમાં બેન્કોની થાપણો 760231 કરોડ રૂપિયા હતી જે 2021માં વધીને 815865 કરોડ થઇ છે. એક વર્ષમાં થાપણોની સંખ્યામાં 55634 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

 


બીજી તરફ માર્ચ 2020 સુધીમાં કુલ ધિરાણ 626675 કરોડ રૂપિયા હતું જે વર્ષ 2020-21માં વધીને 641061 કરોડ થયું છે. એક વર્ષમાં ધિરાણની રકમમાં 14386 કરોડનો વધારો થયો છે. ધિરાણ થાપણ દર માર્ચ 2020માં 82.43 ટકા હતો જે સપ્ટેમ્બર 2020માં 78.57 ટકા થયો છે જે 3.86 ટકાન ઘટાડો દશર્વિે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS