યે લાઇન કબ ખતમ હોગી... ડેથ સર્ટી મેળવવા સતત ત્રીજા દિવસે ધસારો

  • May 06, 2021 03:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ઢેબર રોડ સ્થિત મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી ખૂલતાની સાથે જ સિવિક સેન્ટરમાં કાર્યરત જન્મ–મરણ નોંધણી શાખામાં ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે અરજદારોની લાંબી લાઈન લાગી જતી હોય હજુ ગઈકાલે જ ઓનલાઈન સટિર્ફિકેટ મળશે તેવી જાહેરાત કરાઈ હતી અને ત્યારબાદ આજે સવારે ઓનલાઈન સેવાના પ્રારંભે જ સર્વર ડાઉન થઈ જતાં ત્રણ કલાક સુધી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને ૩૦૦ અરજદારોની લાંબી લાઈન લાગી હતી.

 


વૈશ્ર્વિક મહામારી કોરોનાના કાળમાં નાગરિકો અગાઉથી જ પારાવાર પરેશાન છે. કોરોનાના એન્ટિજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા લાઈન લાગે છે, ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તો સિવિલ હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલોની લાઈનમાં રહેવું પડે છે. મૃત્યુ થાય તો ડેડબોડી મેળવવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડે છે. ડેડબોડી મળી ગયા બાદ સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતકના સ્વજનોએ ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે પણ કલાકો સુધી મહાપાલિકા કચેરીએ લાઈનમાં ઉભા રહેવું પડે છે. આ પરિસ્થિતિ નિવારવા માટે મહાપાલિકા તંત્રએ જે કઈં કરવું પડે તે કરવું જોઈએ. એકથી વધુ જગ્યાએથી દાખલા મળી શકે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ તેમજ વધુ માત્રામાં કોમ્પ્યુટર ઓપરેટર મુકવા જોઈએ. વધુ પ્રિન્ટર રાખવા જોઈએ જેથી ઓફલાઈન અરજી કરનાર અરજદારોની અરજીનો ઝડપી નિકાલ થઈ શકે.

 


દરમિયાન આ જ સમયે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ મહાપાલિકા કચેરીમાં આવ્યા હતા અને લાંબી લાઈન જોઈ તેઓ ચોંકી ઉઠયા હતા. ડેપ્યુટી મેયરે સરપ્રાઈઝ ચેકિંગ કરી જન્મ–મરણ નોંધણી શાખા, આરોગ્ય શાખા, ફાયરબ્રિગેડ શાખા અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે વાતચીત કરી મૃતકના સ્વજનોને વહેલામાં વહેલીતકે દાખલા મળે તે માટે વ્યવસ્થા ગોઠવવા તાકિદ કરી હતી તેમજ અરજદારોને તડકે શેકાવું ન પડે તે માટે કચેરીના સંકૂલમાં મંડપ નાખી છાયડો કરવા તેમજ અરજદારોને બેસવા ખૂરશી અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

 


જન્મ–મરણ નોંધણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે નાગરિકોનો ધસારો સતત યથાવત રહ્યો છે. ગઈકાલે એક દિવસમાં ૧૫૦૦ ડેથ સટિર્ફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. આમ છતાં આજે સવારથી કચેરી ખુલતાની સાથે જ ફરી અરજદારોએ લાઈન લગાવી દીધી હતી.

 

 

નાગરિકોને ઓનલાઈન રજિસ્ટ્રેશનની એપ ડાઉનલોડ કરાવી લેવા અપીલ
રાજકોટ મહાનગરપાલિકા તત્રં વતી ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે નાગરિકોને એવી અપીલ કરી હતી કે, જે નાગરિકો ટેકનોસેવી છે તેઓ રાય સરકારની ઈ–ઓળખ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લે તો તેના માધ્યમથી ઓનલાઈન ડેથ સટિર્ફિકેટ તેમજ બર્થ સટિર્ફિકેટ મેળવી શકાય છે. જે નાગરિકોને ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતા આવડતું ન હોય તેવા નાગરિકો માટે ઓફ લાઈનની સુવિધા ઉપલબ્ધ છે. જો નાગરિકો ઓનલાઈન એપ્લિકેશનથી સટિર્ફિકેટ મેળવતા થઈ જશે તો આપોઆપ ધસારો ઘટી જશે અને કોરોનાના આ સમયગાળામાં ભીડ એકત્રીત ન થાય તો જ સંક્રમણ રોકી શકાશે.

 

 


સિવિલમાંથી મરણ નોંધ આવવામાં જ વિલબં થતો હોય ડેથ સટિર્ માટે કતારો
મહાપાલિકા કચેરીમાં હાલમાં ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે જે લાઈનો લાગે છે તેનું કારણ શોધવા ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે પ્રયાસ કર્યેા હતો અને તે કારણ શોધી તેનું નિવારણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી. ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર નાગરિકોની એન્ટ્રી મહાપાલિકાને ઓનલાઈન મોકલવાની હોય છે અને તે એન્ટ્રી આવ્યા બાદ ડેથ સટિર્ફિકેટ ઈશ્યુ કરી શકાતું હોય છે. સિવિલમાં ચાર કોમ્પ્યુટર ઓપરેટર આ કામગીરીમાં કાર્યરત હતા તેમાંથી ત્રણ કોવિડ પોઝિટિવ આવતાં હાલ ફકત એક ઓપરેટર હોય એન્ટ્રી આવવામાં વિલબં થાય છે. દરમિયાન ત્યાં આગળ ઓપરેટરની સંખ્યા વધારવા તેમણે સિવિલના ડો.મહેન્દ્ર ચાવડાને ટેલિફોનીક તાકિદ કરી હોવાનું ઉમર્યું હતું.

 

 

ઝોન ઓફિસોમાંથી ડેથ સટિર્ મળે તેવી વ્યવસ્થા કરાશે, ટેકનિકલ ફોલ્ટ ન આવે તે જોવા તાકિદ
રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી જ ડેથ સટિર્ફિકેટ ઈસ્યુ કરવામા આવતા હોય ત્યાં આગળ અરજદારોની લાઈનો લાગે છે પરંતુ આવું ન થાય તે માટે વ્યવસ્થા વિભાજિત કરવા ડો.દર્શિતા શાહે ડેપ્યુટી કમિશનરને તાકિદ કરી હતી. ઝોન ઓફિસોમાંથી પણ ડેથ સટિર્ ઈસ્યુ થાય તેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત આજે સર્વર ડાઉન થયું હતું અને અગાઉ બીએસએનએલના બ્રોડબેન્ડની કનેકિટવિટીની સ્પીડ અવારનવાર ઘટી જતી હોય તે અંગે બીએસએનએલમાં રજૂઆત કરવા પણ ડે.કમિશનરને સૂચના આપી હતી.

 


સિવિલમાંથી મરણ નોંધ આવવામાં જ વિલબં થતો હોય ડેથ સટિર્ માટે કતારો
મહાપાલિકા કચેરીમાં હાલમાં ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે જે લાઈનો લાગે છે તેનું કારણ શોધવા ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે પ્રયાસ કર્યેા હતો અને તે કારણ શોધી તેનું નિવારણ કરવા અધિકારીઓને તાકિદ કરી હતી. ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર નાગરિકોની એન્ટ્રી મહાપાલિકાને ઓનલાઈન મોકલવાની હોય છે અને તે એન્ટ્રી આવ્યા બાદ ડેથ સટિર્ફિકેટ ઈશ્યુ કરી શકાતું હોય છે. સિવિલમાં ચાર કોમ્પ્યુટર ઓપરેટર આ કામગીરીમાં કાર્યરત હતા તેમાંથી ત્રણ કોવિડ પોઝિટિવ આવતાં હાલ ફકત એક ઓપરેટર હોય એન્ટ્રી આવવામાં વિલબં થાય છે. દરમિયાન ત્યાં આગળ ઓપરેટરની સંખ્યા વધારવા તેમણે સિવિલના ડો.મહેન્દ્ર ચાવડાને ટેલિફોનીક તાકિદ કરી હોવાનું ઉમર્યું હતું.

 


હોમ આઈસોલેશનમાં મૃત્યુ પામનાર દર્દીઓની એન્ટ્રી મોકલવામાં ફાયરબ્રિગેડમાંથી વિલબં !
કોરોનાની સારવાર દરમિયાન હોમ આઈસોલેટ થયા હોય અને તે દરમિયાનમાં મૃત્યુ નિપયા હોય તેવા નાગરિકો તેમના ફેમિલી ડોકટર કે જેમની ટ્રીટમેન્ટ ચાલતી હોય તેવા અન્ય ખાનગી તબીબ પાસેથી ડેથ સટિર્ફિકેટ મેળવીને અંતિમવિધિ માટે જતા હોય છે અને તે વેળાએ સ્મશાનમાં અંતિમવિધિ માટે ફાયરબ્રિગેડ તરફથી એક મરણ ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે. તે મરણ ચિઠ્ઠી અને ડોકટરે આપેલું ડેથ સટિર્ફિકેટ જન્મ–મરણ નોંધણી શાખામાં રજૂ કર્યા બાદ મહાપાલિકા દ્રારા ડેથ સટિર્ફિકેટ ઈસ્યુ કરવામાં આવતું હોય છે. ઘણા કિસ્સામાં ફાયરબ્રિગેડે આપેલી મરણ ચિઠ્ઠી હાથવગી ન હોય તેવા સંજોગોમાં અરજદારો ડોકટરે આપેલું ડેથ સટિર્ફિકેટ રજૂ કરે છે અને ફાયરબ્રિગેડમાંથી મરણ ચિઠ્ઠીની નકલ મગાવવામાં આવતી હોય છે. આ નકલ સમયસર આવતી ન હોય તેવા કારણોસર પણ ડેથ સટિર્ફિકેટની અરજીઓનો નિકાલ વિલંબીત થઈ રહ્યો છે. દરમિયાન ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે આ અંગે ફાયરબ્રિગેડના અધિકારીઓ સાથે પણ વાતચિત કરી તાકિદે યોગ્ય નિકાલ કરવા ટકોર કરી હતી.

 

 


જન્મ–મરણ નોંધણી શાખામાં કોમ્પ્યુટર, અને પ્રિન્ટર તેમજ સ્ટાફ વધારવા સૂચના
જન્મ–મરણ નોંધણી શાખામાં કોમ્પ્યુટરની સંખ્યા વધારવા, કોમ્પ્યુટર ઓપરેટર વધારવા, જરૂર જણાયે પ્રિન્ટર વધારવા તેમજ અન્ય સ્ટાફ પણ વધારવા માટે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે સૂચના આપી હતી. જે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તેની ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા અને મગાવી લેવા ટકોર કરી હતી પરંતુ કોઈપણ સંજોગોમાં ડેથ સટિર્ફિકેટ મેળવવા માટે આવેલા મૃતકના સ્વજનોની લાઈન ન લાગે તે જોવા માટે અધિકારીઓને આદેશ કર્યેા હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application