ભારતમાં રશિયાની સ્પુતનીક રસીનું ઉત્પાદન કરાશે

  • April 07, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક 5ની રસી 91.6 ટકા કારગર છે: આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત 10 ડોલરથી (આશરે 720 રૂપિયા) પણ ઓછી છે



ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રશિયાના આરડીઆઈએફ અને ફાર્મા કંપની પેનેસિયા બાયોટેક સ્પૂતનિક-5ની કોવિડ 19 રસીના ભારતમાં 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરવા સહમત થયા છે. ન્યૂઝ એજન્સી મુજબ પેનેસિયા બાયોટિકના પ્લાન્ટમાં સ્પૂતનિક 5નું ઉત્પાદન કરવાથી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેંટ ફંડને આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરવામાં મદદ મળશે.

 


આરડીઆઈએફના સીઈઓ કિરીલ દમિત્રિવએ કહ્યું, પેનેસિયા બાયોટેક સાથે સહયોગ ભારતમાં રસીના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય ભાગીદારોને પુરવઠો પૂરો પાડવાના હેતુથી મહત્વપૂર્ણ પગલું છે. પેનેસિયા બાયોટેકના મેનેજિંગ ડિરેકટર રાજેશ જૈને કહ્યું, કંપ્ની સ્પૂતિનક 5નું ઉત્પાદન આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્લાન્ટમાં કરશે.

 


જાણીતા મેડિકલ મેગેઝીન લેંસેટ અનુસાર સ્પૂતનિક 5ની રસી 91.6 ટકા કારગર છે. તેને વૈશ્વિક સ્તર પર 59 દેશોમાં માન્યતા મળી છે. આ રસીના પ્રત્યેક ડોઝની કિંમત 10 ડોલરથી (આશરે 720 રૂપિયા) પણ ઓછી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS