રશિયન કંપનીએ રાજકોટ માટે મોટો ઓકિસજન પ્લાન્ટ ડોનેટ કર્યેા, પ્રતિ કલાકના ૮૩૦ કયુબિક ઘનમીટર ઓકિસજન બનશે

  • May 27, 2021 02:11 PM 

પ્રતિ કલાકના ૮૩૦ કયુબિક ઘનમીટર ઓકિસજન બની શકશે: સિવિલ હોસ્પિટલમાં પ્લાન્ટ રાખવા નિર્ણય

 


કોરોનાની બીજી વેવમાં ઓકિસજન ના અભાવે અનેક લોકોના મૃત્યુ થયા બાદ હવે ત્રીજી લહેર આવે તે પહેલા ઓકિસજન પ્લાન્ટ ની સંખ્યામાં વધારો કરવાની દિશામાં તત્રં દ્રારા કવાયત હાથ ધરવામાં આવી છે બરાબર તેવા સમયે જ રશિયન કંપનીએ મોટા કેપેસિટી વાળા ઓકિસજન પ્લાન્ટ ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.

 


રશિયન કંપનીએ પોતાના આ ઇરાદાની જાહેરાત કેન્દ્ર સરકાર સમક્ષ કર્યા બાદ કેન્દ્ર સરકારે તે પ્લાન્ટ ગુજરાતને ફાળવવા નિર્ણય કર્યેા છે અને ગુજરાત સરકારે આ પ્લાન સૌરાષ્ટ્ર્રના પાટનગર સમા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જાહેરાત કરી છે.

 


અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડાનો આ બાબતે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પ્રતિ કલાકના ૮૩૦ કયુબિક મીટર ઓકિસજન ઉત્પાદન કરવાની આ પ્લાન્ટની ક્ષમતા છે અને તે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે.

 


વૈષ્ણવ સંપ્રદાય દ્રારા રાજકોટને ૩ મિનિ ઓકિસજન પ્લાન્ટ ડોનેટ કરવામાં આવ્યા છે અને તે કેન્સર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે આ ઉપરાંત મેટોડા ની પેલીકન કંપની દ્રારા ૩૩૦ લીટર પ્રતિ મિનિટે ઓકિસજન ઉત્પાદન કરી શકાય અને એક પ્લાન્ટ પર ઓછામાં ઓછા ૩૦ દર્દીઓને ઓકિસજન મળી શકે તેવા ત્રણ પ્લાન્ટ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને ડોનેટ કરવામાં આવ્યા છે.

 


આ અગાઉ પિયા ૬ કરોડના ખર્ચે રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં અલગ–અલગ સ્થળોએ ઓકિસજનના ૧૦ પ્લાન્ટ શ કરવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્રારા કરવામાં આવી છે રશિયન કંપની દ્રારા રાજકોટ માટે વધારાનો પ્લાન્ટ ફાળવવામાં આવતા ત્રીજી લહેર સામે લડવામાં તંત્રને વધુ બળ મળ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS