આ વર્ષે બનવા જઈ રહેલી સુશાંતની અધૂરી ફિલ્મ વન્દે માતરમનું પોસ્ટર આવ્યું સામે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા લોકોને સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ મોટો આઘાત લાગ્યો છે. ઇચ્છવા છતાં લોકો આ બાબતને મનમાંથી કાઢી શકતા નથી. સુશાંતના નજીકના મિત્ર સંદિપસિંહની પરિસ્થિતિ પણ કંઇક એવી જ છે.

 

થોડા દિવસ પહેલા સંદીપે અંકિતા લોખંડેના નામે પત્ર લખ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર એક ફિલ્મનું પોસ્ટર જાહેર કર્યું હતું, જેમાં સુશાંત સિંહ રાજપૂત નજરે પડી રહ્યા છે.

 


સંદિપસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની ફિલ્મ વંદેમાતરમ્ નો પોસ્ટર જાહેર કર્યું છે જેમાં સુશાંતસિંહ રાજપૂત નજરે પડી રહ્યા છે.


 

આ સિવાય સંદીપે અન્ય એક તસવીર પણ જાહેર કરી છે જેમાં સુશાંત સાથે બેઠેલા હોય તેમ નજરે પડે છે. સંદીપે જણાવ્યું છે કે આ ફિલ્મ દ્વારા સુશાંત નિર્માતા પણ બનવા જઈ રહ્યા હતા.

 

સુશાંતને સંબોધીને લખ્યું છે, તમે વચન આપ્યું હતું કે આપણે બિહારી ભાઈઓ આ ઇન્ડસ્ટ્રી પર રાજ કરીશું અને સાથે જ તમારા અને મારા જેવા દેખાતા યુવાનોનો સહારો બનીશું. તમે વચન આપ્યું હતું કે નિર્દેશક તરીકે મારૂ ડેબ્યુ તમારી સાથે થશે. ફિલ્મની વાર્તા લખી હતી રાજસ્થાની લિયે અને આપણે બન્ને સાથે પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા હતા.

 

સંદીપે આગળ લખ્યું છે કે મને તમારા વિશ્વાસની જરૂર છે જે તમે વ્યક્ત કર્યો હતો. તમે મુકેલો વિશ્વાસ જ મારા માટે તાકાત હતો. હવે તમે ચાલ્યા ગયા છો અને હું ખોવાઈ ગયો છું. તમે જણાવો કે હું આ સપનાને કઈ રીતે પૂર્ણ કરૂ ?

 

તમે જે રીતે મારો હાથ પકડી રાખ્યો હતો તેવું હવે કોણ મને મળશે ? હું તમને એ વચન આપું છું કે હું આ ફિલ્મ બનાવીશ. આજ સુશાંત સિંહ રાજપુતને સાચી શ્રદ્ધાંજલિ રહશે, જેને લાખો લોકોને પ્રેરણા આપી અને આશા આપી કે કંઈપણ શક્ય છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS