સારા અલી ખાન જતી હતી વૈષ્ણો દેવી, એક વ્યક્તિએ કહ્યું કે, 'પાપીઓ ગુફાની અંદર પ્રવેશી શકતા નથી .'

  • August 06, 2021 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારા અલી ખાન ફિલ્મો કે પર્સનલ જિંદગીથી હંમેશા ચર્ચાનો વિષય રહી છે. તે સોશ્યિલ મીડિયા પર કઈ અવનવી પોસ્ટ કરી તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેના ચાહકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. સારા આ વિડીયોમાં દેશના ઘણા વિસ્તારોમાં ફરતી જોવા મળી રહી છે.

 

સારાનો વાયરલ થયેલો વીડિયો
 

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાનની સ્ટાઇલ એકદમ અલગ છે. સારાનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માથા પર પરાગરજ (ઘાસનું ટોપલું)લઈને જતા જોવા મળી રહી છે. સારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, જ્યારે સારા વૈષ્ણો દેવી પાસે જાય છે, ત્યારે એક યુઝરે તેમાં કોમેન્ટ કરી કહ્યું કે, 'જે પાપ કરે છે તે ગુફાની અંદર જઈ શકતા નથી.'

 

 

દેશના ઘણા વિસ્તારોની ઝલક જોવા મળી 

 

સારા અલી ખાનના આ વિડીયોમાં દેશના ઘણા ભાગોની ઝલક જોવા મળી છે. વીડિયો દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂ થાય છે. સારા કહે છે હેલો ઓડિયન્સ, અમે ઇન્ડિયા ગેટ પર છીએ. આ પછી, સારા તેના માથા પર ઘાસનું પોટલું લઈને જોવા મળે છે. ત્યાર બાદ તે જયપુર, સાંગલા, વૈષ્ણો દેવી, વારાણસી અને ગોવામાં જોવા મળે છે.

 

સારા અલી ખાન આ વીડિયોમાં, જ્યારે વૈષ્ણો દેવી વિસ્તારમાં જાય છે ત્યારે એક યુઝર કોમેન્ટ કરે છે કે, 'જે વ્યક્તિએ પાપ કર્યા છે, તે ગુફાની અંદર જઈ શકતો નથી.' આ કોમેન્ટનો જવાબ આપતા સારા કહે છે કે, 'જો મેં પાપ કર્યા હશે તો હું અંદર નહિ જઈ શકું.' 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS