ગુજરાતની ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢના સરોડી ગામની શાળાને મળ્યું સ્થાન

  • June 29, 2021 02:30 PM 

ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી ૫ શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ની થાનગઢના સરોડી ની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો


આ શાળા માં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે ,૮ વિધા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ,અને ફળ ,ફૂલ ,શાકભાજી,મળીને ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા  વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા ૪૫૦ છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ કરાય છે.આમ સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમી માંજો બહાર ૪૩થી ૪૪ ડિગ્રી હોય તો શાળામાં ૩૭થી ૩૮ ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે.  આવો સ્પષ્ટ ફરક પણ જોવા મળે છે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના  અને આઇઆઇટી ગાંધીનગર , એસએએસસી ડબલ્યુના હેડ ડો.મેહુલ દવે, ડિપાર્ટમેન્ટ અને એમ.એસ. દર્શના લીખડા  પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરફથી સમગ્ર ગુજરાત ભરની કુલ ૧૮૦  શાળાઓમાંથી વિગતો મગાવી ૫ શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી. આ અંગે શાળાના આચાર્ય કેતન ભાઈ ગદાણી એ જણાવ્યું હતું કે, ગાર્ડન બનાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સી.ટી.ટુંડિયા, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી ગઢવીભાઇ, બીઆરસી પ્રવિણભાઇ સહિત નાઓ એ તાલુકાકક્ષાએપ્રોત્સાહન આપ્યું હતું તેમજ શાળાના સ્ટાફ ના નટુકાકા , લાભુબેન, હિતેશભાઈ, જાગૃતિબેન, તરલાબેન, પ્રિયાબેન,મોપમીબેન, કોમલબેન, શક્તિગૃપ મંડળ, ભીમગૃપ સહિતનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું જેમાં ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્સટતી, ગિલોય, એલોવીરા, તુલસી,મિન્ટ, શતાવરી, અજમો, ડમરૂ જેવા વિવિધ ઔષધિઓ પણ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફુલાવર, ટમેટા, રિંગણ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, વાસના વિવિધ ગેટ પણ બનાવાયા છે. આમ શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાશેઆ શાળા માં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત આસપાસ ના સ્થાનિક લોકો પણ અહીં થયેલ સુંદર આયોજન થી આનંદિત છે અને શાળા ના કેમ્પસ માં પોત પોતાની રીતે સેવા આપે છે અને સમય મલયે નિંદામણ દૂર કરવા સહિત ના પોતા ને યોગ્ય કામ કરી જાય છેકેતનભાઈ ગદાણી (સરોડી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ ), નિર્મલભાઈ રંગપરા (સ્કૂલમાં સેવા આપનાર યુવક), ભીમેશભાઈ (સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી)એ જણાવ્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS