આ દેશએ ભારતને મુક્યું રેડ લિસ્ટમાં, ભારતની યાત્રા કરનાર પર 3 વર્ષનો મુકાશે પ્રતિબંધ

  • July 28, 2021 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 કોરોના વાયરસના વધતા પ્રકોપમાં તેના નવા વેરિંયટને ફેલાતો અટકાવવા માટે સાઉદી અરબે તેના નાગરિકોને ચેતવણી આપી છે. સ્ટેટ ન્યૂઝ એજન્સી દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું છે કે સાઉદી અરબે ભારત સહિત કેટલાક દેશોને રેડ લિસ્ટમાં મુક્યા છે અને અહીંની યાત્રા કરવા પર નાગરિક પર 3 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. 

 

આંતરિક મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાનુસાર કેટલાક સાઉદી નાગરિકો જેમણે મે અને માર્ચ 2020 પછી પહેલીવાર અધિકારીઓની પૂર્વ અનુમતિ વિના વિદેશ યાત્રા કરવાની અનુમતિ આપી હતી તેમણે યાત્રાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો તેમના વિરુદ્ધ આ સાબિત થાય છે તો તેમણે પરત આવવા પર કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે અને ભારે દંડ પણ ચુકવવો પડશે. આ સાથે જ શક્ય છે કે તેમના પર 3 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવે. 

 

જણાવી દઈએ કે અફઘાનિસ્તાન, આર્જેંટીના, બ્રાઝીલ, મિસ્ત્ર, ઈથોપિયા, ભારત, ઈંડોનેશિયા, લેબનાન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને સંયુક્ત અરબ અમીરાત સહિતના દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

 

અધિકારીનું જણાવવું છે કે જ્યાં હજુ પણ મહામારી ફેલાયેલી છે, સંક્રમણ પર કાબૂ નથી આવ્યો અને નવા વેરિયંટ ફેલાય છે ત્યાંની યાત્રા કરવા પર પ્રતિબંધ છે. અહીંની યાત્રા સીધા કે અન્ય દેશના માધ્યમથી પણ કરવા પર પ્રતિબંધ છે. 

 

30 મિલિયનની આબાદીવાળા સૌથી મોટા ખાડીના દેશ સાઉદી અરબમાં મંગળવારે કોરોનાના 1379 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુલ કેસની સંખ્યા 520774 થઈ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS