યુનિવર્સિટીમાં 23 તારીખથી શરૂ થતી બી.એડ, એમબીએ સહિતની પરીક્ષા મોકૂફ

  • March 22, 2021 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના ફરી એક વખત ફૂંફાડો માર્યો છે. ફેબ્રુઆરી માસથી શરૂ થયેલી શાળા-કોલેજોમાં શિક્ષણ ફરી એક વખત ઓનલાઇન શરૂ કરવાની ફરજ પડી છે તો અનેક પરીક્ષા ઉપર પણ ગ્રહણ ઊભું થયું છે. 23 માર્ચથી શરૂ થતી બી.એડ. (સેમેસ્ટર 1), બી.એડ. બેસિક (સેમેસ્ટર 1) પરીક્ષાઓ મુલત્વી રાખવામાં આવી છે. જોકે એમડીએમએસ અને પીજી ડિપ્લોમા ઈન મેડિકલની પરીક્ષા નિર્ધિરિત તારીખ 30 માર્ચથી જ લેવામાં આવશે.

 

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં તારીખ 23 માર્ચથી બી.એડ. (સેમેસ્ટર 1), બી.એડ. બેસિક (સેમેસ્ટર 1),  બી.એ.(સેમેસ્ટર 3 એક્સ્ટર્નલ),બી.કોમ . (સેમેસ્ટર 1 એક્સ્ટર્નલ) પરીક્ષાઓ શરૂ થનાર હતી. જોકે હાલમાં રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના પગલે આ પરીક્ષાઓ મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે એમ.ડી.એમ.એસ અને પીજી ડીપ્લોમા ઈન મેડિકલ કોલેજની પરીક્ષા નિર્ધિરિત થયેલી તારીખ 30 માર્ચથી જ લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS