સૌરાષ્ટ્રને ધમરોળતું તાઉતે, ઠેરઠેર વૃક્ષો ધરાશાયી, મધરાતથી પવન સાથે વરસાદ શરુ, ક્લિક કરીને વાંચો સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલી થઈ અસર

  • May 18, 2021 08:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડું ગઈકાલે રાત્રે દીવને ટકરાયા બાદ ઉના તરફથી ભાવનગર પહોંચ્યું છે. સવારે 6 કલાક સુધીમાં અહીં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં ભાવનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પાલિતાણામાં 6 અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે. 

 


 

વાવાઝોડાની અસર સોમનાથ, ઉના, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વધારે જોવા મળી હતી. અહીં 100 કિમીથી વધુની ઝડપે પવન ફુંકાયો હતો જેના કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. તો કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા હતા. કોડિનાર ખાતે વિજ થાંભલો તુટી પડતા મકાન ધરાશાયી થયાના પણ અહેવાલ મળ્યા છે. 

 

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના કાચ તૂટ્યા

તાઉતે વાવાઝોડાની અસરને પગલે ફૂંકાતા તોફાની પવનને લઈ જુનાગઢની અદ્યતન સિવિલ હોસ્પિટલના કાચ તૂટ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાગ્રસ્ત થયું નથી. તાઉતે વાવાઝોડાની અસરને લઈને જૂનાગઢ શહેરમાં મધરાત્રે ધીમીધારે વરસાદ સાથે ફૂંકાતા તોફાની પવનના કારણે આઠ માળની અદ્યતન સિવિલ હોસ્પિટલના કાચ તુટી અને નીચે પડ્યા હતા. આ સાથે જ જૂનાગઢના પ્રવેશ દ્વાર પર રાખેલી સિંહની પ્રતિમા પણ નીચે પટકાઈ હતી. આ બંને ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.

 

સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.ટી.ના તમામ રૂટ બંધ

સુરેન્દ્રનગર જિલ્લામા એસ.ટી.ના તમામ રૂટ વાવાઝોડા ના પગલે બંધ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે એસટી નિગમે જિલ્લાના તમામ સેડ્યુલ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટ ડીવિઝનમાંથી મળેલ સૂચના મુજબ આગમચેતીના ભાગરૂપે પગલાં લેવાયા છે. આ સાથે જ નાઇટ રૂટ મા ગયેલ બસોને ત્યાં જ રોકી દેવામાં આવી


 
બગસરામાં ફરી વળ્યા પાણી

બગસરા પંથકમાં નદીનાળા છલકાયા તથા છાપરા કાચા મકાનો ઉડિયા રોડ પર પાણી ફરી વળ્યા અનેક જગ્યાએ ગ્રામ્ય તથા શહેરોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે હજુ વાવાઝોડું ચાલુ છે ત્યારે પરિસ્થિતિ અતિ ગંભીર અને ખરાબ જોવા મળી રહી છે બગસરાના  વિસ્તારમાં ભારે નુકસાન એ જોવા મળી છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે અંદાજે આઠથી દસ ઇંચ જેવો વરસાદ પડી હોય તેવું જોવા મળ્યું છે.

 

100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો 

જસદણમાં વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્રના 100 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું  સ્થળાંતર કરવામાં આવ્યું, જસદણ તાલુકામાં અને વીંછિયા પંથકમાં વધારે વૃક્ષો ધરાશાયી થયા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS