સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકના અપહરણ-પોકસોના ગુનામાં નાસતો ફરતો શખસ-સગીરા સાથે ઝડપાયો

  • March 24, 2021 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે ત્રણ માસથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ ગુનાના કામના આરોપીને, ભોગ બનનાર સાથે હસ્તગત કરતી સાવરકુંડલા ડિવિઝન મિસિંગ સ્પેશ્યલ સ્કોર્ડ. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએ મિસિંગ/અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તથા ૦થી ૧૮ વર્ષના ગુમ થયેલા શોધી કાઢવા અંગે ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાએ ભાવનગર રેન્જના જિલ્લાઓના અપહરણના ગુનામાં પકડવા નાસતા-ફરતા આરોપીઓ તેમજ ૦થી ૧૮ વર્ષની ગુમ અપહરણને શોધી કાઢવા અંગે માહીતી મેળવી, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.સબ.ઇન્સ. એચ.એસ.સેગલીયા તથા એએસઆઇ યુવરાજસિંહ, હે.કો. રમેશભાઇ, હે.કો. નિરજકુમાર, પો.કો. પરેશભાઇ, પો.કો. રામદેવસિંહ, પો.કો. પ્રવિણસિંહ, પો.કો. યુવરાજસિંહ, પો.કો. બાલુભાઇ એ રીતે નાસતા ફરતા મિસિંગ સ્પેશ્યલ ટીમના માણસો સાવરકુંડલા-રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન આરોપીઓ સગા વ્હાલાની ઉંડાણપૂર્વક તપાસ-પુછપરછ કરી, આધુનિક ટેકનોલોજીથી માહિતી એકત્ર કરી, સાવરકુંડલા ‚રલ પો.સ્ટે. ભાગ એ ૦૦૧૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ ગુનાના કામનો આરોપી રાજકોટ શહેરના શાપર-વેરાવળ ગામે ભોગ બનનાર સાથે છે, જેથી તાત્કાલિક શાપર વેરાવળ ગામે જઇને આરોપી હિંમતભાઇ અરજણભાઇ સોંદરવા (ઉ.વ.૨૯) રહે.હાડીડા તા.સાવરકુંડલાવાળાને ભોગ બનનાર સાથે ઝડપી લઇ વધુ તપાસ અને આગળની કાર્યવાહ થવા અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS