ગુજરાતમાં હવે સમુદ્રના મોજાં આધારિત વીજ પ્લાન્ટ શરૂ કરાશે

  • March 18, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે જીપીસીએલ એ રાજ્ય સરકારનું નફો કરતું એકમ છે. આ કંપનીએ તેના છેલ્લા નાણાકીય વર્ષમાં 67.45 કરોડ રૂપિયાનો નફો કર્યો છે જે આગલા વર્ષની સરખામણીએ 10 કરોડનો વધારો દશર્વિે છે. આ કંપ્નીએ સોલાર પછી હવે સમુદ્રના મોજાં આધારિક વીજ પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.

 


જીપીસીએલના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કંપનીએ છેલ્લા એક વર્ષમાં 212.36 કરોડ સામે 274.77 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે, જ્યારે કંપ્નીનો ખર્ચ 153.24 કરોડ થી વધીને 195.87 કરોડ રૂપિયા થયો છે. આ કંપની નફો કરી રહી છે. કંપ્નીએ નફો કર્યો હોવા છતાં આગામી પ્રોજેક્ટના કારણે કોઇ ડિવિડન્ડ આપ્યું નહીં હોવાનું રિપોર્ટમાં દશર્વ્યિું છે. આ કંપ્નીમાં ગુજરાત સરકારનું 51 ટકા રોકાણ છે.

 


જીપીસીએલ અત્યારે ભાવનગરમાં લિગ્નાઇટ આધારિત 500 મેગાવોટનો વીજ પ્રોજેક્ટ ધરાવે છે. આ કંપ્નીએ પોતાની સૌર અને પવન ઉર્જાના પ્લાન્ટ સ્થાપેલા છે. કંપ્નીએ શિકરપુરમાં 6 મેગાવોટની વિન્ડમિલની સ્થાપ્ના પણ કરી છે.જમનવાડામાં 10.5 મેગાવોટ તેમજ ચારણકામાં 4.2 મેગાવોટની વિન્ડ મિલની પરિયોજના બનાવી છે.

 


એ ઉપરાંત કંપ્ની પાસે ચારણકામાં 5 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ, જેએનએનએસએમના 10 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ, એક મેગાવોટનો સોલાર રૂફટોપ પ્રોજેક્ટ, 700 મેગાવોટનો રાધાનેસડા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક, 500 મેગાવોટનો હર્ષદ સોલાર પાર્ક અને 1000 મેગાવોટનો ધોલેરા અલ્ટ્રા મેગા સોલાર પાર્ક શરૂ કર્યો છે. ધોલેરામાં કંપ્નીનો મોટામાં મોટો પાર્ક બની રહ્યો છે. કંપ્ની પાસે ભાવનગરમાં લિગ્નાઇટ ખાણ, ઘોઘા-સુરકા લિગ્નાઇટ ભંડાર અને વૈતરણી પશ્ચિમ કોલસા બ્લોક આવેલા છે.

 


હવે કંપ્નીએ સમુદ્રના મોજાં આધારિત વીજળીનો પ્રોજેક્ટ વિચારણામાં લીધો છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે જીપીસીએલને આ યોજના માટે નોડલ એજન્સી તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ કલ્પસર તેમજ સૌરાષ્ટ્ર દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલી છે. હાલ કંપની સમુદ્રના મોજાં આધારિત વીજ પ્રોજેક્ટ માટે અભ્યાસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS