કોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ

  • April 21, 2021 07:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ, કચ્છ, અમરેલી, બનાસકાંઠા, પાટણમા તેમજ કચ્છમાં હળવા વરસાદની આગાહી

 



હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. જોકે હવે આજે રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમા તેમજ કચ્છમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હળવી કમોસમી વરસાદની સાથે 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં માર્ચ મહિનાના અંતથી ગરમીની શરૂઆત થઇ ચૂકી હતી. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી થી લઈને 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જોકે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદના ઝાપટાં પણ પડયાં છે.

 

 


કચ્છમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડવાનું શરૂ થતાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. મંગળવારે જિલ્લાના કચ્છનાં વાતાવરણમાં પલ્ટો આવતાં ભચાઉ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. તો વળી અંજાર તેમજ તાલુકાના બુઢારમોરા તેમજ ભુજ તાલુકાના ધ્રંગમાં બરફના કરા પડયા હતા. જોકે નખત્રાણા તાલુકાના આણંદપર(યક્ષ) સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું, પરંતુ વરસાદ પડયો નહોતો માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કચ્છમાં એક તરફ કોરોનાનો કહેર વતર્ઇિ રહ્યો છે, બીજી તરફ ગરમીનું પ્રમાણ વધતાં તાપથી લોકો ત્રસ્ત બન્યા છે ત્યાં હવે વાતાવરણ પલટાતાં વરસાદ પડવાનો શરૂ થતાં ખેતીના પાકોને વ્યાપક રીતે નુકસાન થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS