કોરોનાનો નવો વિક્રમ: 2-ઓગષ્ટ-2020 72 કેસ, 4-એપ્રિલ-2021 77 કેસ

  • April 06, 2021 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ મહામારીનો બીજો તબક્કો શઆતથી જ ગંભીર બન્યો: રોજીંદા કેસની સંખ્યામાં સતત ઉછાળો: એક્ટિવ પેશન્ટોની સંખ્યા પણ 500 એ પહોંચવા આવીગત ફેબ્રુઆરી માસમાં ભાવનગરમાં પગપેસારો કરનાર કોરોના 2020ના અંત ભાગે હળવો રહ્યા બાદ બીજા તબક્કા સાથે ફરી કહેર વતર્વિી રહ્યો છે. આ બીજો તબક્કો પહેલા ફેઝ કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સદનસીબે વેક્સિન આવી ગઈ હોય થોડીક રાહત છે પરંતુ ગત વર્ષે કોરોના મહામારી શ થયા બાદ પાંચ મહિના પછી એક દિવસમાં 70થી વધુ કેસ નોંધાયા હતા જ્યારે આ બીજા તબક્કામાં ત્રીજા મહિના એટલે કે કોરોનાના બીજા તબક્કામાં એપ્રિલ માસમાં જ 77 કેસ સાથે કોરોના મહામારીનો આજસુધીનો નવો વિક્રમ નોંધાયો છે. રવિવારે ભાવનગરમાં 77 નવા કેસ સાથે આજ સુધીનો રેકોર્ડ નોંધાયો છે.

 


એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાવાનો વિક્રમ 2 ઓગસ્ટ,2020નો હતો તે દિવસે શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં 72 કેસ નોંધાયા હતા પણ રવિવારે એક જ દિવસમાં શહેરમાં 77 પોઝિટિવ કેસ નોંધાતા 245 દિવસ બાદ ભાવનગરમાં કોરોના આવ્યાના ઇતિહાસમાં સર્વિધિક કેસનો વિક્રમ આજે નોંધાયો હતો. આમ છતાં હજી લોકોમાં માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં પૂરતી તકેદારી જોવા મળતી નથી. બાકી હાલ ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેની ચરમસીમાએ છે તેમ કહી શકાય. ચાર દિવસમાં રોજ નવા મળતા પોઝિટિવ કેસની એવરેજ 60 થઇ ગઇ છે. ભાવનગર શહેરમાં રવિવારે 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 39 પુષ અને 19 મહિલા મળીને 58 કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દી કોરોનામુક્ત થયા હતા જેમાં 20 પુષ અને 7 મહિલાનો સમાવશે થાય છે. શહેરમાં રવિવાર સુધીમાં પોઝિટિવના કુલ 4852 કેસ નોંધાયા છે.

 


ભાવનગર તાલુકા-ગ્રામ્યમાં રવિવારે 19 પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં ઉમરાળાના લીમડામાં 19 વર્ષીય પુષ, રંઘોળામાં 8 વર્ષીય બાળક, તળાજાના શેઢાવદરમાં 35 વર્ષીય પુરૂષ, મહુવાના ભાદ્રોડમાં 80 વર્ષીય પુષ, ઉમરાળાના બજુડમાં 57 વર્ષીય પુષ, પાલિતાણામાં 53 વર્ષીય પુષ, ઉમરાળામાં 50 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના મેલાણામાં 51 વર્ષીય પુષ, સિહોરના ટાણામાં 68 વર્ષીય મહિલા, તળાજામાં 52 વર્ષીય પુષ, ઉમરાળાના ચોગઠમાં 71 વર્ષીય પુષ અને થાપનાથમાં 70 વર્ષીય પુષ, ઘોઘામાં 44 વર્ષીય પુષ, વલ્લભીપુરના ચમારડીમાં 61 વર્ષીય પુષ, સિહોરમાં 33 વર્ષીય પુષ, વલ્લભીપુરના રતનપર(ગા)માં 38 વર્ષીય પુષ અને 37 વર્ષીય મહિલા તથા ઉમરાળાના તરપાળામાં 60 વર્ષીય પુષનો સમાવેશ થાય છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS