રાજકોટમાં અંદાજે ૨૭૦૦ દર્દીઓ ઓકિસજન પર: ૩ ગણી માગ વધી

  • April 28, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૩૫૦૦થી વધુ દર્દીઓ સારવારમાં: રિકવરી સમય વધતા એક દર્દીને દસ દિવસ સુધી ઓકિસજન આપવો પડે છે: વિતરણ વ્યવસ્થા ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી અનેકના શ્ર્વાસ અધ્ધર

 


રાજકોટમાં કોરોના ની બીજી લહેર માં ત્રણ ગણી ઓકિસજન ની જરૂરિયાત વધી છે જેની સામે ઓકિસજનના જથ્થાની વિતરણ વ્યવસ્થા ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાથી અનેક લોકોના શ્વાસ થંભી રહ્યા છે. હાલમાં રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૩૫૦૦થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે. જેમાં ૨૭૦૦ જેટલા દર્દીઓને ઓકિસજન આપવો પડે છે.

 


રાજકોટમાં એક સાહ પછી પણ ઓકિસજનનો કકળાટ હજુ યથાવત રહ્યો છે, એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિનો સામનો તત્રં કરી રહ્યું છે ઓકિસજન સપ્લાય બધં થતાં ખાનગી હોસ્પિટલ અને ઘરે રહી સારવાર કરતા અનેક દર્દીઓની જિંદગી થંભી ગઈ છે, મેટોડા અને શાપર સ્થળોએ વિતરણ વ્યવસ્થા ગોઠવાઇ હોવા છતાં પણ ત્યાં અવ્યવસ્થા સર્જાય છે અને પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો ન હોવાથી ઓકિસજન રિફિલિંગ થઈ શકતું નથી. ગત સપ્ટેમ્બર મહિનામાં આવેલા કોરોના ના કેસ ની સામે અત્યારે કેસની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે, ૭૦ ટકા કેસમાં ઓકસીજનની જરિયાત ઊભી થાય છે. છેલ્લી ઘડીએ તત્રં ઓકિસજન મેળવવા દોડધામ કરી રહ્યું છે.

 


રાજકોટ મા હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની રોજિંદી સરેરાશ દર્દીઓની સંખ્યા વધીને ૧૮૪૬ થઈ છે યારે સપ્ટેમ્બર મહિનામાં કોરોના ટોચ પર હતો ત્યારે ૧૧૪૩ દર્દીઓની સંખ્યા હતી.

 


પ્રથમ ટોચ વખતે સરેરાશ ૭૩૩ અને હાલમાં ૨૭૦૦ દર્દીઓ ને ઓકિસજન આપવું પડે છે યારે ઘરે રહી સારવાર કરતાં દર્દીઓની સંખ્યા અલગ.

 

 

વેન્ટિલેટર અને બાયપેપના દર્દીઓ પણ ઓકિસજનના સહારે
રાજકોટમાં હાલમાં વેન્ટિલેટર અને બાયપેપ ના બેડ નો અભાવ હોવાથી આ દર્દીઓ પણ ઓકિસજન ના સહારે સારવાર લઇ રહ્યા છે. દિન–પ્રતિદિન કોરોના ના કેસ વધી રહ્યા છે તો તેની સામે વેન્ટીલેટર અને બાયપેપ ના બેડ ની તીવ્ર અછત છે.

 

 


સપ્ટેમ્બરમાં માત્ર ૨૫ ટકા જેટલા દરદીઓને ઓકિસજનની જરૂરત પડી
વર્ષ ૨૦૨૦માં સપ્ટેમ્બર મહિનામાં કોરોના ટોચ પર હતો આ સમયે ઘરે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી માત્ર ૨૫ ટકા દર્દીઓને જ ઓકિસજનની જર ઊભી થઈ હતી. અત્યારે સરેરાશ ૮૦ ટકા જેટલા દર્દીઓ ઓકિસજન ના સહારે કોરોના ની સારવાર લઇ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS