ભારતમાં એક દિવસમાં 2.16 લાખથી વધુ કોરોના સંક્રમિત થયા: એક્ટિવ કેસ 15 લાખને પાર

  • April 16, 2021 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે પ્રાણ ઘાતક સાબિત થઈ રહી છે. આવામાં સતત બીજા દિવસે કોરોનાના 2 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. કાલે જે કેસ નોંધાયા હતા તેના કરતા આજે નોંધાયેલા કેસમાં 9%નો ઉછાળો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના કારણે 1,184 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે 18 સ્પ્ટેમ્બર 2020 પછીનો સૌથી મોટો આંકડો છે.આજે 2.16,669 કેસ નોંધાયા છે.

 


ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ ગઈ છે. આ મહિને કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તેની સાથે એક્ટિવ કેસનો આંકડો વધારેને વધારે મોટો થઈ રહ્યો છે, 31 માર્ચના રોજ એક્ટિવ કેસનો આંકડો 6 લાખ પર હતો. એક્ટિવ કેસ જે રીતે વધી રહ્યા છે તેની સાથે કોરોના વાયરસ વધારેને વધારે ઝડપથી ફેલાઈ શકે છે અને મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે.

 


આજે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક દિવસમાં નોંધાતા કેસના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ 61,695 કેસ એક દિવસમાં નોંધાયા છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કુલ 2,16,902 કેસ ગુરુવારે નોંધાયા છે.

 


મૃત્યુઆંક ઊંચો જઈ રહ્યો છે, પરંતુ હજુ પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક વધી રહ્યા હતા તેના કરતા ગતિ ધીમી છે. 4 રાજ્યોમાં કોરોનાના કારણે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 349 દર્દીઓએ કરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. આ પછી છત્તીસગઢ (135), દિલ્હી (112) અને ઉત્તરપ્રદેશ (104)નો સમાવેશ થાય છે, કે જ્યાં 100થી વધુ દર્દીઓના મોત થયા છે. આ સિવાય ગુજરાતમાં 81, કણર્ટિકામાં 66 અને મધ્યપ્રદેશમાં 53 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

 


પંજાબમાં 51 લોકોએ કરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જે 100 કેસની સામે થતા મૃત્યુમાં 2.7% સાથે સૌથી ઉપર રહ્યું છે. દેશમાં કોરોના કેસ સામે થતા મૃત્યુઆંકની ટકાવારી 1.22% છે, બીજી લહેર દરમિયાન તેમાં ઘટાડો નોંધાયો છે.

 


ઉત્તરપ્રદેશમાં 22,439 કેસ સાથે મોટો ઉછાળો નોંધાયો છે, મહારાષ્ટ્ર પછી 20,000 કરતા વધારે કેસ નોંધાવનારું ઉત્તરપ્રદેશ એકમાત્ર રાજ્ય છે. આ પછી છત્તીસગઢમાં 15,256 નવા કેસ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં 16,699 નવા કેસ નોંધાયા છે જે બુધવારે નોંધાયેલા રાજ્યના સૌથી વધુ 17,282 કરતા ઓછા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021