મહારાષ્ટ્રમાં છ દિવસમાં 1 લાખ 80 હજાર કેસ

  • March 27, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્તાહમાં રાજ્યમાં 610 દર્દીના મૃત્યુ, નવા કેસ ના રોજ નવા રેકોર્ડ થાય છે

દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ભારે ઘાતક બની રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન ને વધુ ગતિશીલ બનાવવા નો નિર્ણય લીધો છે પરંતુ દેશભરમાં સૌથી વધુ ખરાબ અને ગંભીર હાલત મહારાષ્ટ્ર રાજ્યની થઈ છે.

 


આજે સવારે મળેલા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં પાછલા 6 દિવસ દરમિયાન કોરોનાવાયરસ ના 1 લાખ 80 હજાર નવા કેસ બહાર આવ્યા છે અને મહારાષ્ટ્ર સરકારની સાથે સાથે સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે અને એટલા માટે જ મહારાષ્ટ્ર રાજ્યમાં નાઈટ કરફ્યું લાદી દેવામાં આવ્યો છે જેનો અમલ રવિવારથી એટલે કે આવતી કાલથી શરૂ થઈ ગયો છે.

 


મહારાષ્ટ્રમાં છ દિવસ માં 610 દર્દીઓના મૃત્યુ પણ થયા છે અને હજુ પણ હોસ્પિટલો હાઉસફૂલ છે અને હજુ પણ નવા નવા કેસ સેંકડોની સંખ્યામાં બહાર આવી ગયા છે અને એક રીતે જોઈએ તો મહારાષ્ટ્રમાં નવા કેસમાં રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે.

 


ચાલુ સપ્તાહ એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધીનો સમયગાળો મહારાષ્ટ્ર રાજ્ય માટે સૌથી વધુ ઘાતક પુરવાર થયો છે. દરરોજ નીકળી રહેલા નવા કેસ ની સંખ્યા દરરોજ વધી રહી છે અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બેકાબૂ બની ગઈ છે ત્યારે મહારાષ્ટ્રનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કોરોનાવાયરસ ને અટકાવવાના કામ ની પાછળ લાગી ગયું છે.

 


24મી માર્ચ ના રોજ મહારાષ્ટ્રમાં એક જ દિવસના સૌથી વધુ કેસ એટલે કે 31 855 નવા કેસ બહાર આવ્યા હતા. જોકે આ રેકોર્ડ પણ તૂટી ગયો હતો અને તેનાથી પણ વધુ એક દિવસના કેસ બહાર આવ્યા હતા. પાછલા 6 દિવસ દરમિયાન એકલા મુંબઈમાં 27000 જેટલા નવા કેસ બહાર આવ્યા છે.

 


મહાનગરી મુંબઇ માટે પણ ચાલુ વર્ષે અત્યંત ઘાતક પુરવાર થઇ રહ્યો છે અને પાછલા 6 દિવસ દરમિયાન મુંબઈમાં કુલ 57 દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈની સમગ્ર રોનક છીનવાઈ ગઈ છે અને અર્થતંત્રને પણ ભારે નુકશાની પહોંચી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS