આવું દેખાય છે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર કોરોનાનું નવું રૂપ, વૈજ્ઞાનિકોએ જાહેર કરી તસવીર

  • May 06, 2021 12:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર કોરોના વેરિયન્ટ બી.૧.૧.૭ની પહેલી તસવીર સામે આવી છે. તેમાં એ સ્પષ્ટ્રપણે જોઈ શકાય છે કે કેવી રીતે કોરોના શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. આ સ્ટ્રેનના કારણે જ અનેક દેશોમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર આવી છે. કેનેડાના રિસર્ચર્સએ આ વેરિયન્ટની પહેલી મોલિકયુલર ઇમેજ જાહેર કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન )એ બી.૧.૧.૭ વેરિયન્ટ વિશે જાણકારી આપી હતી. તેમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં મ્યૂટેશન છે.

 


બી.સી. વિશ્વવિધાલયે કહ્યું કે, રિસર્ચર્સ SARS-CoV-2 સ્પાઇક પ્રોટીનના એક હિસ્સા પર મળેલા મ્યૂટેશનના સ્ટ્રકચરલ ઇમેજને પ્રકાશિત કરનારી ટીમ છે. સ્પાઇક પ્રોટીન વાયરસનો હિસ્સો છે જે સંક્રમણ માટે જવાબદાર છે. યારે મ્યૂટેશન એ ફેરફાર છે જેના કારણે વાયરસ ઝડપથી ફેલાયો.

 

 


બ્રિટિશ કોલંબિયા વિધવિધાલયએ એક નિવેદનમાં કહ્યું છે કે, બી.૧.૧.૭ વેરિયન્ટની આ તસવીરથી જાણી શકાય છે કે, તે આટલો સંક્રામક કેમ છે. કેમ તેના કારે ભારત, બ્રિટનમાં હાહાકાર મચી ગયો છે અને હવે કેનેડામાં પણ મુશ્કેલીઓ વધી રહી છે. યુબીસીએ કહ્યું કે, આ તસવીરો નિયર એટોમિક રેઝોલ્યૂશન વાળી છે. એટલે કે તસવીરના રેઝોલ્યૂશનમાં વાયરસના કણ પણ છે.

 

 


યુબીસીના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં બાયોકેમેસ્ટ્રી અને મોલિકયૂલર બાયોલોજી વિભાગમાં પ્રોફેસર શ્રીરામ સુબ્રમણ્યમની આગેવાનીમાં એક ટીમે કહ્યું કે તસવીરોમાં એ જોઈ શકાય છે કે તે માનવ શરીરની કોશિકાઓમાં ખૂબ સરળતાથી પ્રવેશ કરી જાય છે. હાલમાં પીએલઓએસ બાયોલોજીમાં પ્રકાશિત ટીમના એનાલિસસથી જાણવા મળ્યું છે કે હાલની વેકસીન્સના માધ્યમથી વાયરસના મ્યૂટેશનને ખતમ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમને જે તસવીરો મળી છે તેમાં એન૫૦૧વાય મ્યૂટેશની પહેલી સ્ટ્રકચરલ ઝલક જોવા મળે છે. તેનાથી એ જાણી શકાય છે કે મ્યૂટેશનના પરિણામ સ્વપ થનારા ફેરફાર સ્થાનિક છે. હકીકતમાં એન૫૦૧વાય મ્યૂટેશન બી.૧.૧.૭ વેરિયન્ટમાં એકમાત્ર મ્યૂટેશન છે જે સ્પાઇક પ્રોટીનના હિસ્સા પર છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021