સેલવાસ દુષ્કર્મ અને હત્યા મામલો : 4 વર્ષની દીકરીના કરુણ મોત બાદ પિતાનું પણ સારવાર દરમિયાન મોત

  • March 13, 2021 11:25 AM 

 

 

સેલવાસના નારોલી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બની હતી. અહીં એક નરાધમે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. તેની હેવાનિયત આટલેથી અટકી ન હોય તેમ તેણે બાળકીની લાશને ટુકડા ઠંડે કલજે કરી નાખ્યા અને પછી તેને ટોયલેટની બારીના કાચ તોડી નીચે ફેંકી દીધા હતા. 

 

 
આ ઘટનામાં પુત્રીની માતા પર આભા તુટી પડ્યું છે. પહેલા તો એક નરાધમે તેની 4 વર્ષની દીકરીને પીંખી નાખી અને તેના ટુકડા ટુકડા કરી ફેંકી દીધી. આ આઘાત સહન ન કરી શકતાં તેના પિતાએ પણ ફિનાઈલ પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.


 

શું હતી ઘટના ?

 

આ ઘટનાની મળતી માહિતી અનુસાર નરોલી વિસ્તારની એક સોસાયટીમાંથી સાંજના સમયે એક બાળકી ગુમ થઈ હતી. બાળકી સાંજના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર રમવા ગઈ હતી અને ત્યારબાદ પરત ન ફરતાં પરીવારે શોધખોળી શરુ કરી. તે દરમિયાન સોસાયટીના રહીશોને ટોયલેટની પાઈપલાઈન પાસે એક શંકાસ્પદ થેલો મળી આવ્યો. આ થેલો ખોલતાં જ સોસાયટીના રહીશોના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે આ થેલામાં બાળકીના ટુકડા ભરેલા હતા. 

 

 
આ વાતની જાણ તુરંત પોલીસને કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી અને સોસાયટીમાં પુછપરછ શરુ કરી. આ દરમિયાન સોસાયટીમાં રહેતા એક યુવકના ફ્લેટમાં પોલીસ તપાસ માટે પહોંચી અહીં લોહી પડેલું જોવા મળ્યું અને પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં ટોયલેટની બારીનો કાચ પણ તુટેલો જોવા મળ્યો. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી અને ત્યારે સામે આવ્યું કે તેણે જ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS