મહારાષ્ટ્રમાં ગંભીર સ્થિતિ: નાંદેડમાં 11 દિવસનો કરફ્યુ

  • March 22, 2021 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ભયંકર ગતિથી કેસમાં વધારો, મુંબઈમાં એક દિવસમાં 4000 કેસદેશમાં કૂદકે ને ભૂસકે કોરોનાવાયરસ ના કેસમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને સાત રાજ્યોમાં સૌથી વધુ પ્રમાણમાં નવા કેસ બહાર આવી રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી જ છે અને સરકારે નાંદેડ પંથકમાં 11 દિવસનો કર્ફ્યુ નાખી દીધો છે.

 


મહારાષ્ટ્ર રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં ભારે ચિંતાજનક રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 35 હજારથી પણ વધુ નવા કેસ બહાર આવ્યા છે અને 99 જેટલા દર્દીઓના મૃત્યુ થઇ ગયા છે અને કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

 


એજ રીતે મહાનગરી મુંબઈની હાલત પણ ખરાબ થઈ રહી છે અને અહીં એક જ દિવસમાં 4000 જેટલા નવા કેસ બહાર આવ્યા છે અને તમામ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. નવી હોસ્પિટલો શરૂ કરવાની ફરજ પડી છે અને મુંબઈના લગભગ દરેક વિસ્તારમાં લોકોને ટેસ્ટિંગ કરવા માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સજાવટ કરવામાં આવી રહી છે.

 


આમ તો છેલ્લા પંદર દિવસથી મહારાષ્ટ્રના લગભગ દરેક જિલ્લામાં ભયંકર ગતિથી નવા કેસ બહાર આવ્યા છે અને હોસ્પિટલમાં હવે જગ્યા પણ રહી નથી અને પહેલા જેવી જ ગંભીર પરિસ્થિતિનું નિમર્ણિ થયેલું દેખાય છે.

 


મહારાષ્ટ્ર નાંદેડ પંથકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જતા સરકારે 11 દિવસ માટે નો કરફ્યુ જાહેર કરી દીધો છે અને ઠેરઠેર ટેસ્ટિંગ બૂત નાખી દેવામાં આવ્યા છે અને કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.

 


મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અર્થતંત્રની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે અને નવેસરથી અર્થતંત્ર સામે પડકારો ઊભા થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણકે ઉત્પાદન ઘટયું છે અને ડિમાન્ડમાં પણ ઘટાડો થવાનું જોખમ છે.

 


એક બાજુ કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ અર્થતંત્રમાં આવકના સ્ત્રોતો મંદ પડી રહ્યા છે ત્યારે ભયંકર રીતે મહારાષ્ટ્રમાં ફેલાઈ રહેલા વાઇરસને અટકાવવા માટે સમગ્ર રાજ્યનું તંત્ર ધંધે લાગ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS