યુનિવર્સિટી રોડ પર બગીચામાં જુગાર રમતા બ્રોકર, કોન્ટ્રાકટર સહિત સાત ઝડપાયા

  • May 12, 2021 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે જુગારધારા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ ભંગનો કેસ કર્યેા: રામાપીર ચોકડી પાસે જુગારની મહેફિલ માંડી બેઠેલા ચાર રિક્ષાચાલક પકડાયા

 


શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે ચંદ્રમોલેશ્વર એપાર્ટમેન્ટ સામે આવેલા બગીચામાં જુગાર રમી રહેલા બ્રોકર અને કોન્ટ્રાકટર સહિત સાત શખસોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ પિયા ૩૧ ૫૩૦ કબજે કર્યા હતા.

 


જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ વી.જે. જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના સ્નેહભાઈ ભાદરકા અને એ.એસ.આઈ રાજદીપસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે પંચાયત ચોક પાસે ચંદ્રમોલેશ્વર એપાર્ટમેન્ટની સામે આવેલા કોર્પેારેશનના બગીચામાં જુગાર રમી રહેલા સાત શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ પિયા ૩૧૫૩૦ કબજે કર્યા હતા.

 


પકડાયેલા શખસોમાં ભીખુ જસમતભાઈ ઘોડાસરા (રહે.સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક સોમનાથ શેરી નંબર ૪), મહેશ રતાભાઇ સાણદિયા (રહે. સાધુવાસવાણી રોડ અજંતા બ્લોક નંબર ૧૧), વિજય નરસીભાઈ સોરઠીયા (રહે. પુષ્કરધામ સોસાયટી યુનિવર્સિટી રોડ), કમલેશ પ્રતાપભાઈ ચૌહાણ (રહે મોદી સ્કૂલની બાજુમાં વેસ્ટ કેટ બિલ્ડિંગ નજીક), ચકુ નાનજીભાઈ પરસાણા (રહે. મોટા મોવા કાલાવડ રોડ), જેન્તી અરજણભાઈ વિરડીયા (રહે. ગુપ્રસાદ ચોક રાજકોટ) અને મહેશ વલ્લભભાઈ કાલરીયા બેગબોન ગોલ્ડ ૧૦૩ સાધુવાસવાણી રોડ) નો સમાવેશ થાય છે. જુગાર રમી રહેલા શખસોમા વિજયભાઈ શેરબ્રોકર અને મહેશભાઈ કાલરીયા કન્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

 


જુગારના અન્ય દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ કે.એ.વાળાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ દોઢસો ફટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે દ્રારકાધીશ ચાની હોટલ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા રણજીત જહાભાઈ બોરીચા, ઇન્દુ વજાભાઈ ઝાપડા, અજીત મનહરભાઈ ધામેચા, ઘનશ્યામ અભેસિંહ ડોડીયાને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૨૪૦૦ કબજે કર્યા હતા ત્યારે આરોપીઓ રિક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS