પ્રદર્શનકારીઓ સ્વેચ્છાએ આદેશનું પાલન નહીં કરે તો સરકાર યોગ્ય પગલા ભરશે : કેજરીવાલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ 50થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સાથે જ તેમણે શાહીનબાગમાં વિરોધ પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓને પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ આ વિરોધનો અંત લાવે. 

 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાહીન બાગમાં આંદોલન કરી રહેલા લોકો પર પણ આ આદેશ લાગુ થશે તેમ સ્પષ્ટ કરી દીધું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસથી બચાવ માટે સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, નાઈટ ક્લબ, શોપિંગ મોલ સહિતની જાહેર જગ્યાઓને બંધ રાખવા અને 50 થી વધારે લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે.  તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે જો પ્રદર્શનકારીઓ સ્વેચ્છાએ આદેશનું પાલન નહીં કરે તો સરકાર પાસે યોગ્ય પગલા ભરવાની સત્તા છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS