શેરબજારમાં સૌથી મોટો કડાકો, સેન્સક્સમાં 2200 પોઈન્ટનો કડાકો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસએ શેર બજારની કમર પણ તોડી નાખી છે. વૈશ્વિક શેર બજારોમાં થયેલા ધોવાણ અને ક્રુડ ઓઈલના ભાવમાં 30 ટકાનો કડાકો બોલી જતા ભારતીય શેરબજારમાં પણ 2200 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફ્ટીમાં 600 અંકથી વધારેનો ઘટાડો નોંધાયો હતો. જો કે યસ બેન્કના શેરમાં 34 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

 

ભારતીય શેર બજારમાં નોંધાયેલો આ ઘટાડો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 24 ઓગસ્ટ 2015ના રોજ સેંસેક્સમાં 1624 અંક ગગડ્યો હતો. ત્યારબાદ આજે આટલી મોટી ઊથલપાથલ થતાં રોકારણકારો પણ ગભરાયા છે. 

 

સવારની વાત કરીએ તો સવારે ખુલતી બજારે માર્કેટ 1169 અંક સાથે ઘટી 36,406 પર ખુલ્લું હતું. જ્યારે નિફ્ટી 332.40 અંક ઘટી 10, 657 પર હતો. ત્યારબાદ બપોરના સમયે સેંસેક્સમાં 2200 અંકનો ઘટાડો થયો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS