શશી થરુરે અનુપમ ખેરને આડકતરી રીતે ભાજપના પ્રચારક ગણાવ્યા, મળ્યો આવો જવાબ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ઘણી વખત ફિલ્મોથી વધારે સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે અને ચર્ચામાં રહેતા હોય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોની પ્રથમ યાદીમાં તેમનો સમાવેશ થાય છે. એટલું જ નહીં તેઓ રાજનૈતિક અને સામાજિક મુદ્દાઓને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ટિપ્પણી કરતા રહે છે તેમને સોશિયલ મીડિયા પર કથિત રૂપે બીજેપીના સપોર્ટર માનવામાં આવે છે.

 

આ વખતે તેઓએ માટે ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે અનુપમ ખેરની એક જૂની ટ્વિટ કરીને લખ્યું છે કે અહીં હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. જોકે આ ટ્વીટ 9ઓક્ટોબર 2012 ની છે.આ ટ્વીટમાં અનુપમ ખેરે એડવર્ડ એબેના એક કવોટને ટ્વીટ કર્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે એક દેશભક્તિ હંમેશા પોતાની સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ.

 

થરુરે ટ્વિટમાં જણાવ્યું હતું કે ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો એવું માની શકાય કે તેણે આ ટ્વીટ  એ સમયની કોંગ્રેસ સરકારને હટાવવાના સંદર્ભમાં કરીહોય,આ બાબત પર અભિનેતા અનુપમ ખેર ભડકી ગયા અને તેમણે શશી થરુરને જવાબ આપ્યો કે પરોક્ષ રૂપે અનુપમ ખેરનો સરકાર સામે વિરોધ કરવાનો સ્વભાવ નથી પરંતુ એક વિશેષ પાર્ટીના સમર્થક ગણાવવાની કોશિશ કરવામાં આવી છે.

 

અનુપમ ખેરે આ ટ્વીટના સ્ક્રીનશોટ શેર કરી અને થરુર સાથે માર્ક ટવેઇનના ક્વોટ લખ્યા છે. જેમાં જણાવ્યું છે કે દેશભક્તિ પોતાના દેશના દરેક સમયે અને દરેક સરકારને ડિઝર્વ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS