ખામોશ... શત્રુધ્ન સિન્હાએ સુશાંતના મિત્રો સામે ઠાલવ્યો આક્રોશ, કેટલાક મુદાઓ પર પોતાની સાથે સુશાંતને સરખાવ્યો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દબંગ ગર્લ સોનક્ષીના પિતા અને બોલીવુડના  પ્રસિદ્ધ અભિનેતા શત્રુઘન સિન્હાએ સુશાંત શિહ રાજપૂતની  આત્મહત્યા માટે સુશાંતનાં મિત્રોને આડે હાથે લીધા હતાં અને કહ્યું હતું કે, જરૂરનાં સમયે તેઓ સુશાંતની પડખે કેમ ન હતાં. માનસિક તકલીફ અને ડિપ્રેશનનાં સમયે તમે તમારા મિત્રને સપોર્ટ કેમ ન કર્યો. જ્યારે સુશાંત તકલીફમાં હતો ત્યારે તમે તેનો સાથ કેમ ન આપ્યો.

 


સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે શત્રુઘન સિંહાએ સુશાંત સિહ વિષે  કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે અને પોતાની સરખામણી સુશાંત સિંઘ રાજપૂત સાથે કરી છે. તેમણે કહ્યું કે, 'સુશાંત સિંઘ રાજપૂત અને મારી વચ્ચે ઘણી સમાનતાઓ હતી. જેમ કે તેની માતાનું મૃત્યુ 2002-2003માં થયું હતું, તે જ સમયે મારી માતાનું પણ મૃત્યુ થયું હતું. તે પટનાનો હતો હું પણ બિહારનો છુ. તે તેના ઘરનો સૌથી નાનો પુત્ર હતો. હું મારા પરિવારનો સૌથી નાનો પુત્ર છું.'

 


આ ઉપરાંત સુશાંત સિહની  આત્મહત્યા વિશે વાત કરતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, 'જે બન્યું તે ખૂબ જ દુ:ખદ છે. માત્ર 34-35 વર્ષની ઉંમરે બોલીવુડનો એક ઉગતો સિતારો આથમી ગયો. આત્મહત્યા કોઈ સમસ્યા હલ કરી શકતી નથી. તમે તો દુનિયા છોડી દો છો પરંતુ  પરિવાર ક્યારેય આ આઘાત પચાવી શકતો નથી. આત્મહત્યા કરી લેવી એ કોઇ સમસ્યાનું સમાધાન ક્યારેય ન હોઇ શકે.'

 

 

 તેમણે વધુમાં કહ્યું કે, 'સૌથી મોટી વાત એ છે કે હું પણ મારા જીવનમાં શૂન્યમાંથી સર્જન કરી અને હીરો બન્યો હતો. સુશાંત પણ શૂન્યમાંથી હીરો બની ગયો હતો . તેણે એક ખાસ જગ્યા બનાવી હતી. સુશાંતમાં એ પ્રતિભા હતી કે તે ખુબ મોટો સ્ટાર બને.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS