ચોરની પ્રમાણિકતા : ‘સોરી...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સિન છે, પેપર પર લખી વેક્સિન પરત કરી’

  • April 23, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતીહરિયાણાના જીંદમાં સિવિલ હોસ્પિટલમાંથી ચોરીનો આશ્વર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગત રાત્રે એક ચોરે લગભગ 12 વાગે કોરોના વેક્સીનના ઘણા ડોઝ ચોરી લીધા હતા. પરંતુ ગુરૂવારે ચોર સિવિલ લાઇન પોલીસ મથક બહાર એક ચા વાળાને બધી દવા પરત કરી ગયો અને સાથે એક નોટ પણ લખીને છોડી દીધી. જેના પર લખ્યું હતું- ’સોરી મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે.’

 


જીંદપોલીસના ડીએસપી જિતેંદ્ર ખટકડએ આ જાણકારી આપતાં જણાવ્યું કે ગત રાત્રે લગભગ 12 વાગે સિવિલ હોસ્પિટલથી કોરોનાના ઘણા ડોઝ ચોરી થઇ ગયા હતા. પરંતુ ગુરૂવારે લગભગ 12 વાગે ચોર સિવિલ લાઇન પોલીસ મથક બહાર ચની દુકાન પર બેઠેલા વડીલ પાસે પહોંચ્યો અને તેણે એક થોલી આપી અને કહ્યું કે પોલીસમથકના મુંશીનું ટિફિન છે. થેલો આપીને ચોર ત્યાંથી ફરાર થઇ ગયો.

 


વડીલે થેલો લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે ’સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.’

 


ડીએસપી જિતેંદ્ર ખટકડએ કહ્યું કે બની શકે કે ચોરે રેમડેસિવિર ઇંજેક્શનના ચક્કરમાં કોરોના વેક્સીન ચોરી લીધી હોય. જોકે અત્યાર સુધી ચોરો વિશે કોઇ જાણકારી મળી નથી. પોલીસે આ અંગે અજાણ્યા લોકો વિરૂદ્ધ આઇપીસી કલમ 457 અને 380 હેઠળ કેસ દાખલ કર્યો છે. હવે પોલીસ કહી રહી છે કે ચોરની ઓળખ વિશે કેટલાક પુરાવા મળ્યા છે.

 


પોલીસે પીપી સેંટરની સામે લાગેલા સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા જેમાં બે યુવક બેગ લઇને જોવા મળ્યા. કેમેરાથી બચવા માટે પાર્કને ગ્રિલને કૂદીને પીપી સેંટરમાં ઘૂસ્યા હતા. સવારે ડીજીપીએ કહ્યું હતું કે કોઇ જાણકારે ઘટનાને અંજામ આપ્યો છે. હવે કોરોના વેક્સીન મળ્યા બાદ પણ પોલીસ ચોરોને પકડવા માટે જોર લગાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS