રેમેડિસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાતા આમરણાંત ઉપવાસની ચીમકી

  • April 12, 2021 11:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત 

 

સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ રેમેડિસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઈ છે ત્યારે તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ  મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તમામ તંત્રને પત્ર લખીને  રેમેડિસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ શુક્રવારથી કલેકટર કચેરીએ આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી આપી છે.

 

 

ભાવનગર જિલ્લાની તળાજા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, અધિક કલેક્ટર સાથે ચર્ચા કરી વાત કરી છે. અમે પ્રાઈવેટ હોસ્પિટલને જરૂરિયાત પ્રમાણે ઇન્જેક્શન આપીએ છીએ, પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલ વાળા દર્દીઓના સગાને કહે છે કે અમને ઈન્જેકશન મળતા નથી. એક દર્દીને 6 ઈન્જેકશનની જરૂરિયાત છે ત્યારે તે દર્દીના સગા દોડા દોડી કરે ત્યારે માંડ એકાદ ઇન્જેક્શન મળે છે. આમ 24 કલાકના સમયગાળા દરમિયાન ઇન્જેક્શન આપવાના હોય છે જે ન મળતાં તેની લિંક તૂટી જાય છે. જો ગુરૂવાર સુધીમાં સંપૂર્ણ યોગ્ય સુવિધા નહીં કરવામાં આવે તો જ્યાં સુધી આ પ્રકરણનો નિવડો નહીં આવે ત્યાં સુધી શુક્રવારથી કલેક્ટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS