મહિને સાડાચાર લાખ ભાડાના ફ્લેટમાં રહેતા હતા સુશાંત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાની ખબર પ્રાપ્ત થયા બાદ દરેક વ્યક્તિ અચરજમાં મુકાઈ ગયા હતા. તેમજ આ ખબર સાંભળી દરેક વ્યક્તિ દુઃખી છે, પછી તેના ચાહકો હોય, બોલિવૂડ હોય કે તેના સંબંધી હોય દરેક બાજુ વાતાવરણ શોકમય છે.

 

એ બાબત જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે તેના મુંબઈ વાળા ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. નેટવર્ક અભિનેતા એક  ડીલક્સ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, જ્યાં કુલ ચાર ફ્લેટ આવેલા છે.

 

આ ફ્લેટમાં રહેવા માટે સુશાંતસિંહ બહુ મોટુ ભાડું ચૂકવતા હતા. એક તરફ આ માટે તેમણે 12,90,000 રૂપિયા ડિપોઝીટ આપી હતી, તો આ ફ્લેટનું મહિનાનું ભાડું 4.51 લાખ ચૂકવતા હતા.

 

એવું જાણવા મળ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આ ફિલ્મમાં 2022 સુધી રહેવાના હતા, પરંતુ હવે તો આ ફ્લેટને તેઓ હંમેશા માટે સુનો છોડી અને ચાલ્યા ગયા છે.

 

આમ તો સુશાંતસિંહ રાજપૂતના પિતરાઇ ભાઇએ જણાવ્યું છે કે તેઓ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા તેની તૈયારી પણ શરુ થઇ ચૂકી હતી.

 

પરંતુ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ દરેકને અવસાદ માં છોડી દીધા છે બોલીવુડના તમામ સીતારાઓ આ હોનહાર અભિનેતાને યાદ કરી અને પોતાની શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS