સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને કહ્યું અલવિદા : મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્ષ 2020 બોલિવૂડના કલાકારો માટે ગમગીની લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે ઋષિ કપૂર, ઈરફાન ખાન, સંગીતકાર સાજીદ ખાન બાદ હવે લાખો યુવા દિલોની ધડકન તથા ચમકતા સિતારા સુશાંત સિંહ રાજપૂતે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. આશાસ્પદ બોલિવૂડ અભિનેતા અને પડદા પર મહેન્દ્રસિંહ ધોનીનું પાત્ર નિભાવનાર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી છે. 


તેઓ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતા રવિવારે તેમણે પોતાના મુંબઈના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, આજે સોમવારે મુંબઈમાં જ સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


પટનાથી તેમના પિતા, ભાજપના ધારાસભ્ય અને સુશાંતના ભાઈ નીરજ સિંહ અને તેમની પત્ની નૂતન સાથે ગઈકાલે જ મુંબઈ આવવા રવાના થયા હતા. સુશાંત સિંહ રાજપૂત મૂળ બિહારના પટનાના રહેવાસી હતા.

 

ગઈકાલે  તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે લાંબા સમય સુધી ચાલ્યું હતું. આ મામલો આત્મહત્યાનો માનવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં સુશાંતના કેટલાક અંગો ફોરેન્સિક તપાસ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેની તપાસ બાદ જ સાચો ખુલાસો થઈ શકશે.


સુશાંત સિંહની આમ એકાએક અણધારી વિદાય તેમના ચાહકો માટે એક જટકા સમાન સાબિત થઈ હતી. બોલિવૂડની હસ્તીઓ સહિત તેમના ચાહકો તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS