સુશાંત સિંહ રાજપૂતને અજીબો ગરીબ અવાજ સંભળાતા હતા, મહેશ ભટ્ટને તેનામાં ગડબડ લાગી હતી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા એ બોલીવુડ સહિત દેશભરની જનતાને ડિપ્રેશન તેમજ તેના લક્ષણો વિષે વિચારતી કરી દીધી છે ત્યારે આ મામલે બોલિવૂડના પ્રસિદ્ધ ડિરેક્ટર મહેશ ભટ્ટ સાથે કમ કરી ચુકેલી લેખિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


સુશાંત સિંહ રાજપૂતનો કેસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક્ટિવ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ સતત આ મામલે તપાસ કાર્યવાહી કરી રહી છે આ દરમિયાન મુહેશ ભટ્ટ સાથેનો  ચોંકાવનારો કિસ્સો  સામે આચ્યો છે, જેણે કેસને ક્યાંક બીજે પહોંચાડી દીધો છે. અને લોકોને એક જૂની અભિનેત્રીની યાદ તાજી કરાવી છે.

 

તાજેતરમાં જ મહેશ ભટ્ટને  સુશાંતસિંહ રાજપૂતના હાવભાવ પરથી લાગતું હતું કે તેમની સાથે કંઈક ગરબડ છે. એવું આ અગાઉ તેમને તેમની સાથે જોડાયેલી લેખિકા સુહીત્રા સેન ગુપ્તા એ વાતો કરી હતી જે ખરેખર ડરામણી છે.

 

તેની જણાવ્યું હતું કે સુશાંત એકવાર ભટ્ટ સાહેબને  સડક 2 ના રોલમાટે મળવા આવ્યો હતો, ત્યારે તે ખૂબ જ વાતોડિયો હતો અને કોઇ પણ ટોપિક પર વાત કરી શકતો હતો. આ દરમિયાન ભટ્ટ સાહેબ સુશાંતની હાલત જોઈને સમજી ગયા હતા કે તેની હાલત પરવીન બાબી જેવી થઇ ગઇ છે. તેને દવા જ બચાવી શકે છે.

 

જ્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા તેની સાથે રહેતી હતી ત્યારે તે ધ્યાન રાખતી હતી કે તે નિયમિત રીતે દવા લે, તેણે મહેશ ભટ્ટના સજેશન બાદ આવું  કર્યું હતું. પરંતુ સુશાંત દવા લેવાની મનાઈ કરતો હતો.

 

એક દિવસ રિયા અને સુશાંત એના ઘરે અનુરાગ કશ્યપની ફિલ્મ નિહાળી રહ્યા હતા.આ દરમિયાન સુશાંતે કહ્યું હતું કે અનુરાગની ફિલ્મ કરવાની ના પાડી એટલે તે મને મારી નાખશે. સુશાંતની આ વાત સાંભળીને રીયાને  ડર લાગવા માંડ્યો હતો.

 

રીયા ચક્રવર્તી તેની સાથે રહી હતી પરંતુ વધુ સમય તેની સાથે રહી શકી નહીં અને તેનું કારણ શાંતનું ડિપ્રેશન હોવાનું જણાઇ આવ્યું છે. સુશાંતને અજીબોગરીબ અવાજો સંભળાવા લાગ્યા હતા. અને સતત તેની કોક મારવાની કોશિશ કરી રહ્યું હોય તેવો ભય સતાવી રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS