પવિત્ર રિશ્તાથી સુશાંતની જોડી જામી હતી અંકિતા સાથે, 6 વર્ષ સંબંધોમાં કહ્યા પછી થયા અલગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમની આત્મહત્યાની ખબર સાંભળી અને ઘણા લોકો શોકમય બની ગયા છે. સુશાંતસિંહ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા પ્રસિદ્ધ અભિનેતા હતા. તેમની ફિલ્મોને સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. સુશાંતની પ્રોફેશનલ લાઈફ ઘણી બધી પ્રેરણાદાયક હતી. વ્યક્તિગત જીવનમાં સુશાંત અભિનેત્રી અંકિતા લોખંડે સાથે લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા.

 

સુશાંત સિંહ રાજપૂતે અંકિતા લોખંડેને નેશનલ ટીવી પર પ્રપોઝ કર્યું હતું. છ વર્ષ સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું પરંતુ તેમના સંબંધ પર આ પછી પૂર્ણવિરામ આવી ગયું. અચાનક બન્નેની અલગ થવાની ખબરો આવી હતી. 

 

તેઓની  અલગ થવાની ખબર એ તેના ચાહકોને ઘણા નિરાશ કર્યા હતા. અંકિતા અને સુશાંતના બ્રેકઅપ લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા કારણ કે આવી આશા તેમના ચાહકોએ રાખી ન હતી.

 

બંનેના બ્રેકઅપના કારણ અંગે કોઇ ખુલાસો થયો ન હતો. આ બન્નેની જોડીએ એકતા કપૂરની પવિત્ર રિશ્તા નામની ટેલિવિઝન શ્રેણીમાં માનવ અને અર્ચનાની ભૂમિકા નિભાવી હતી.

 

બંનેની કેમેસ્ટ્રીને તેમના ચાહકો એ ખૂબ જ પસંદ કરી હતી. આ શો દ્વારા બન્ને નજીક આવ્યા હતા. અને બંનેના સંબંધ મજબૂત પણ બન્યા હતા. પરંતુ છ વર્ષ બાદ બંનેએ પોતપોતાના રસ્તા અલગ કરી દીધા હતા. અને બંને પોતાની કારકિર્દીમાં આગળ વધી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS