નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો સુશાંત, પરિવારમાં ચાલતી હતી લગ્નની તૈયારીઓ અને અચાનક...

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનની ઘટનાએ સમગ્ર બોલિવૂડને હચમચાવી દીધું છે. જે અભિનેતા બોલિવૂડનો એક મોટો સ્ટાર્સ માનવામાં આવી રહ્યો હતો તેણે પોતાના જીવનનો અંત કરી લીધી છે. તેવામાં એક મોટો ઘટસ્ફોટ તેના અંગત જીવનને લઈને થયો છે. જાણવા મળ્યું છે કે સુશાંત સિંહ રાજપુત આ વર્ષે નવેમ્બરમાં લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. 

 

આ વાત સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ પન્ના સિંહે એક મુલાકાત દરમિયાન જણાવી હતી. તેણે કહ્યું હતું કે તે લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. જેને લઇને પરિવારજનો દ્વારા તૈયારીઓ પણ ચાલી રહી હતી. 

 

સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારમાં થયો હતો, આ માટે સુશાંતના બિહારમાં રહેતા ઘણા બધા સગા સંબંધીઓ આ અભિનેતાના લગ્નમાં આવવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા. પન્ના સિંહના જણાવ્યા પ્રમાણે તેઓના ઘરમાં લગ્નનો માહોલ હતો.

 

જો કે સુશાંત સિંહ રાજપૂત કોની સાથે લગ્ન કરવાનો હતો તે સ્પષ્ટ થયું નથી, આ બાબતમાં હજુ સુધી તેમના પરિવારજનો તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સુશાંતના લગ્નની પુષ્ટિ કરવામાં આવી છે કે તેઓ લગ્ન બંધનમાં બંધાવાના હતા.

 

સુશાંત સિંહનું આમ દુનિયાને છોડીને ચાલ્યા જવું પરિવારજને પણ જીવનભર ન ભુલાય તેવો આઘાત આપી ગયો છે. મુંબઇ પોલીસનું માનીએ તો સુશાંત સિંહ રાજપૂત લાંબા સમયથી તનાવગ્રસ્ત હતા, તેમને કયા કારણે ડિપ્રેશન હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS