સિંધુએ સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ, ભારતને વધુ એક મેડલ પાક્કો

  • July 30, 2021 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે તેમજ મેડલ માટેની આશા વધી છે. પી.વી. સિંધુએ બેડમિન્ટનમાં જાપાનની યામાગુચીને હાર આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ સરળતાથી યામા ગુચીને 21-13, 22-20થી હાર આપી હતી.

 

પીવી સિંધુ એ 21-13, 22-20 થી બીજી રમતની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. યામાગુચી એ પહેલી રમત આસાની થી સિંધુના નામે કરી દીધી હતી. જોકે બીજી રમતમાં તે રમતમાં પરત ફરી હતી. મેચને ત્રીજી ગેમમાં લઇ જવા માટે કોશીષ કરી હતી. પરંતુ સિંધુએ એમ થવા દીધુ નહોતુ. સિંધુ હવે સેમિફાઇનલમાં પહોંચી ચુકી છે.

 

પીવી સિંધુએ સ્કોર બરાબર પર થવા બાદ શાનદાર સ્મેશ સાથે પ્રથમ એડવાન્ટેઝ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ યામાગુચીની ભૂલના કારણે તેણે પોઇન્ટ હાંસલ થયા હતા. સિંધુએ બીજી ગેમ 33 મીનીટમાં 22-20 થી જીતી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS