‘મને લાગે છે હું ભારતને પણ ઉપર લઈ જઈ રહી છું’, આજે અંતરિક્ષમાં જશે સિરીશા, કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મૂળની મહિલા

  • July 11, 2021 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની અન્ય એક દીકરી અંતરિક્ષમાં ઉડવા માટે તૈયાર છે. કલ્પના ચાવલા પછી આંધ્ર પ્રદેશમાં જન્મેલી સિરીશા બાંદલા અંતરિક્ષમાં ઉડાન ભરવાની છે. તે વર્જિન ગેલેક્ટિકના વીએસએસ ટુનિટીના પાંચ અન્ય યાત્રીઓ સાથે રવાના થશે. હ્યુસ્ટનમાં મોટી થયેલી સિરીશા બાંદલાને ખબર હતી કે તે એક દિવસ અંતરિક્ષમાં ચોક્કસપણે જશે. રવિવાર, 11 જુલાઈના રોજ સિરીશાનું આ સપનું સાચું થશે.

 

સિરીશા વર્જિન ગેલેક્ટિકના અંતરિક્ષ વિમાન વીએસએસ યુનિટી પર વર્જિનના સંસ્થાપક રિચર્ડ બ્રેનસન અને ચાર અન્ય લોકો સાથે ઉડાન ભરશે. આ ઉડાન ધ્વનીની ગતિથી લગભગ સાડા ત્રણ ગણી વધારે હશે. સિરીશાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે આ બાબતે ખાસ વાતચીત કરી છે. તેણે જણાવ્યું કે, મને લાગે છે કે હું મારી સાથે ભારતને પણ ઉપર લઈ જઈ રહી છું. જો યોજના અનુસાર આ મિશન પાર પડશે તો સિરીક્ષા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મૂળની મહિલા હશે.

 

સિરીશાના માતા પોતાની દીકરી પૃથ્વીથી 3 લાખ ફૂટ ઉપર ઉડાન ભરે તે પહેલા તેના પસંદના વ્યંજનોમાંથી એક મટન બિરયાની લઈને ન્યુ મેક્સિકો આવી રહ્યા છે. તેને આંધ્રની પીળી દાળની વાનગી પપ્પૂ પણ પસંદ છે. સિરીશા જણાવે છે કે, આ મારી પસંદની વાનગી છે, ગરમ ચાવલ અને ઘીની સાથે પીળી દાળ. પરંતુ હું મારી માતા જેવી દાળ નથી બનાવી શકતી.

 

આંધ્રપ્રદેશના ચિરાલામાં જન્મેલી સિરીશા ચાર વર્ષની ઉંમરમાં માતા-પિતા સાથે અમેરિકા આવી ગઈ હતી. સિરીશા હ્યુસ્ટનમાં રહેતી હતી જ્યાં નાસાની પ્રવૃત્તિઓ જોઈને તેનામાં અંતરિક્ષમાં જવાની ઈચ્છાનો જન્મ થયો. વિંગ કમાન્ડર રાકેશ શર્માનો સિરીશા બાંદલા પર ઘણો પ્રભાવ હતો. બાંદલાએ જણાવ્યું કે, હું પોતાને કહેતી હતી કે હું આ કરી શકુ છુ કારણકે મારી પૃષ્ઠભુમિ અને મારી સંસ્કૃતિના કોઈ વ્યક્તિએ આ કામ કર્યું છે. સિરીશા ગેલેક્ટિક કંપનીના ગવર્નમેન્ટ અફેર્સ એન્ડ રિસર્ચ ઓપરેશન વિભાગમાં વાઈસ પ્રેસિડન્ટ છે.

 

સિરીશાએ માત્ર છ વર્ષમાં આ ઉપલબ્ધિ સિદ્ધ કરી છે. રિચર્ડના જણાવ્યા અનુસાર, વર્જિન ઓર્બિટની ઉડાનમાં કુલ મળીને છ લોકો હશે. તેણે જણાવ્યું કે, અમે અન્ય લોકોને અંતરિક્ષમાં લઈ જતા પહેલા કંપનીના કર્મચારીઓને લઈ જવા માંગીએ છીએ. આ અમારી અંતરિક્ષમાં ચોથી ઉડાન હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS