ગુજરાતમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ, વેપારીઓ ધંધા બંધ કરી રહ્યાં છે

  • April 19, 2021 11:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર જાહેરાત કરતી નથી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મારફતે લોકડાઉન કરવા જેવો માહોલ ઉભો કરી રહી હોવાનો ભય

 


કોરોના સંક્રમણના કેસો મર્યિદિત હોવા છતાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચના અંતે અલગ અલગ તબક્કામાં લોકડાઉન કર્યું હતું પરંતુ આ વખતે કોરોનાના નવા સ્ટેઇનના કારણે બમણાં કરતાં વધારે કેસો આવી રહ્યાં હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકારે લોકડાઉન કર્યું નથી તેથી લોકોને આશ્ચર્ય થયું છે. અનેક વ્યાપારી એસોસિયેશનો અને તજજ્ઞોએ સરકારને લોકડાઉનની સલાહ આપી છે છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકડાઉન કરવાના મૂડમાં નથી પરંતુ હવે ધીમે ધીમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મારફતે આકરા નિયંત્રણો લાદીને સરકાર લોકડાઉન કરાવી રહી છે.

 

 


ગુજરાતના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 20 શહેરોના વિસ્તારમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલું છે છતાં ગુજરાતમાં દૈનિક ધોરણે કેસનો આંકડો વધીને 10000ને પાર થઇ ગયો છે છતાં સરકાર લોકડાઉન કરવાની અનિચ્છા દશર્વિી રહી છે પરંતુ પાછલા બારણે અમદાવાદ સહિતના રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વેપારીઓ મારફતે લોકડાઉન કરાવી રહી હોવાની છાપ ઉભી થઇ છે.

 


અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કોરોના સંક્રમણના કેસોમાં ભારે માત્રામાં વધારો થયો છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં કેસો વધી રહી રહ્યાં છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, પાલિકા અને મહાનગરોમાં વેપારીઓ બંધ પાળી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં તો વિકએન્ડમાં લોકડાઉન જેવો માહોલ છે એટલે કે વેપારીઓ શનિવાર અને રવિવારે દુકાનો બંધ રાખે છે.

 


ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ વધતાં રાજ્યના વિવિધ ગામડાઓમાં સરપંચના આદેશ પ્રમાણે દિવસે પણ બજાર બંધ કરવાના આદેશ આપવામાં આવેલા છે. ઘણી જગ્યાએ ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કર્યું છે જેમાં માર્કેટ યાર્ડ તેમજ મુખ્ય બજારો બંધ કરી દેવામાં આવે છે. લોકોને ખરીદીનો સમય આપીને બાકીના સમયમાં બજાર બંધ થાય છે.

 


અમદાવાદ સહિતના શહેરોમાં સ્થાનિક સંસ્થાઓએ જાહેરસ્થળો અને પાનના ગલ્લા બંધ કરવાનું ફરમાન કર્યું છે પરંતુ સંપૂર્ણ લોકડાઉન નથી. સરકારે 20 શહેરોમાં રાત્રીના આઠ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ કરાવ્યો છે છતાં આ શહેરોમાં કોરોના સંક્રમણના કેસો કુદકે ને ફુસકે વધી રહ્યાં છે.

 


અમદાવાદમાં ત્રણ હજારથી વધુ કેસો આવતાં શહેરના વિવિધ વિસ્તારો જેવાં કે નરોડા, ખોખરા અને અમરાઇવાડીમાં વેપારીઓએ તેમના ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ  છે.

 


નરોડામાં 20મી એપ્રિલથી ત્રણ દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. જો કે દૂધ, દવા અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે. ગુજરાતના ઓછામાં ઓછા 1000 ગામોમાં સરપંચની સમજાવટથી વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખવાના સમયમાં ઘટાડો કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS