કોડીનારમાં અઢી માસના વિવાનને બચાવવ ૧૬ કરોડનાં ઇન્જેકશનની જરૂર

  • June 25, 2021 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાનાં આલીદર ગામે અઢી માસનાં વિવાન નામનો બાળક ગંભીર બીમારીથી પીડાય રહ્યો છે.  (સ્પાઈન મસક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી ને લઈ બાળક વિવાન સહિત ચાર લોકોનાં પરિવાર પર આજે આભ ફાટી પડ્યું છે.કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાને લઈ ચિંતિત બન્યા છે.

 

અશોકભાઈના કહેવા મુજબ થોડા સમય પહેલા પોતાનો પુત્ર વિવાન બીમાર પડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જૂનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાથી આ બાળક નો રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાન  સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાય રહ્યો છે. જે બિમારી ધૅર્યરાજને પણ હતી તેજ બીમારી વિવાન ને પણ થઈ છે. ભાગ્યેજ જોવાં મળતી  નામની બિમારીથી વિવાન ને બચાવવા ૧૬ કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપવું પડશે.તેવું નિષ્ણાતો એ જણાવ્યું છે.કહેવાય છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે.અને છતાં બાળકોને પણ અસાધ્ય અને ગંભીર બીમારી કેવી રીતે લાગુ પડે છે તે જ સમજાતુ નથી.અઢી માસનાં બાળકને જ્યારે ગંભીર બીમારી લાગુ પડે ત્યારે સ્વજનો તો ઠીક પરંતુ દરેક વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે છે.વિવાન ના પિતાનું નામ અશોક ભાઈ વાઢેળ છે જે ગીર સોમનાથનાં આલીદર ગામે રહે છે.અશોકભાઈ કચ્છમાં એક ખાનગી કંપનીમાં જોબ કરે છે.અને તેમને માસિક ૧૮ હજાર રૂપિયા પગાર મળે છે.જેમાં તે પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે પોતાનાં વ્હાલસોયા વિવાન ને   ની બીમારીથી બચાવવા ૧૬ કરોડ રૂપિયા ક્યાંથી લાવવા..? તે સૌથી મોટો સવાલ છે. તેમની હિંમત તૂટી ગઈ છે. આખરે અશોકભાઈએ સોશ્યિલ મીડિયા ના માધ્યમથી ગુજરાત અને દેશનાં લોકો ને પોતાના બાળકની જિંદગી બચાવવા મદદ માટે આગળ આવવા અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application