માંડણકુંડલા ગામે ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરોનો તરખાટ ૪ લાખની ચોરી

  • February 26, 2021 02:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે આવેલ પારખીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકી માતાજીના સોના-ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા ૪ લાખના મુદ્દામાલની ચોરી કરી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીના બનાવ અંગે મનસુખભાઇ પારખીયાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે પારખિયા પરિવારના વડીલબંધુ સેવા પૂજા કરવા આવતા મંદિરનો સ્ટોલનો મુખ્ય દરવાજો અને બીજો લાકડાનો દરવાજો તૂટેલો જણાયો હતો અને અંદર જઇને તપાસ કરતા માતાજીના સોના-ચાંદીના છત્ર, દાગીના અને રોકડા રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ.ચાર લાખના મુદ્દામાલની ચોરી થયાનું જનતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફે આવીને તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS