સરકારે કહ્યું.. હવાથી ફેલાય છે સંક્રમણ, કોવિડના નવા નિયમોમાં સ્ટીરોયડનો ઉપયોગ કરવા પર આપી ખાસ સલાહ

  • May 26, 2021 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારીમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી સુચનાઓને પણ ધ્યાનમાં લીધી છે. સરકારે તેમાં કહ્યું છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. આ સિવાય બીમાર વ્યક્તિની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાને લઈને પણ ખાસ સલાહ આપવામાં આવી છે. 

 

 

સરકારે નવા કોવિડ પ્રોટોકોલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની જાણકારીનો પણ સમાવેશ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ હવાથી ફેલાય શકે છે. આ સિવાય સરકારે નવા નિયમોમાં સરકારને સ્ટેરોયડ, રેમડેસિવિર અને ટોલીલિજુમૈબ દવાનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની વાત પણ કરી છે. 

 

 

નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી છે કે કોવિડ-19થી લડતા દર્દીના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટિરોયડ બ્લેક ફંગસનું કારણ બને છે. દેશમાં સતત મ્યૂકરમાઈકોસિસના દર્દીની સંખ્યા વધી રહી છે. તેવામાં થોડા દિવસ પહેલા એઈમ્સના નિદેશક ડોક્ટર ગુલેરિયાએ પણ સ્ટિરોયડનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવા સલાહ આપી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS