પોલીસને કોરોના વાયરસથી પ્રોટેક્શન માટે ખાસ પ્રકારના કપડાં આપવામાં આવ્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના જેવા ગંભીર રોગને લઈને વિશ્વભરમાં લોકો તકેદારી રાખી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસે કોરોના ને લઈને પોલીસની સુરક્ષા ને ધ્યાને રાખી રાજકોટની ક્યુઆરટી ની ટીમને પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે.વર્તમાન પરિસ્થિતિમાં પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે ત્યારે પોલીસના આરોગ્ય અને સુરક્ષાની જવાબદારી ને ધ્યાને લઇને આ પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે આજે રાજકોટ પોલીસની ક્યુઆરટી ની ટીમ જ્યારે નીલ સિટી ખાતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ધરપકડ કરવા પહોંચી ત્યારે પાર્ટી ની ટીમ આ પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ માં જોવા મળી. 


આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ દાહોદ જણાવ્યું હતું કે હાલના કોરોના વાઈરસના સંક્રમણ ની સ્થિતિને ધ્યાને લઈને રાજકોટ પોલીસ અને આ પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યા છે.આ પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ ખાસ કરીને ગંભીર અને ચેપી રોગોની સારવાર કરતાં તબીબો તેમજ વિદેશમાં હાલની કોરોનાની પરિસ્થિતિમાં પોલીસને પણ આપવામાં આવ્યા છે રાજકોટ સહિત ગુજરાતભરના પોલીસ ને આ ખાસ ડિઝાઇન કરેલા પર્સનલ પ્રોટેક્ટિવ ક્લોથિંગ ઇક્વિપમેન્ટ અપાયા છે. કોઈ આરોપીની ધરપકડ કરવા માટે જવાનું હોય કે બંદોબસ્ત માં રહેલાં પોલીસ સ્ટાફ ને કોરોના સંક્રમણ થી સુરક્ષિત રહે અને પોતાની ફરજ બજાવી શકે તે માટે સરકાર દ્વારા આ ખાસ બનાવેલ સુટ ફાળવવામાં આવ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS