ગુજરાતમાં 1લી મે થી 18 થી 44 વર્ષના ત્રણ કરોડ લોકોને વેક્સિન અપાશે

  • April 24, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની 6.50 કરોડ વસતી પૈકી એક થી 18 વર્ષની વયના બાળકોની સંખ્યા 2.40 કરોડ છે જેમના વેક્સિનેશન માટે હજી કોઇ નિર્ણય લેવાયો નથીગુજરાતમાં 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત થવાની છે ત્યારે રાજ્યની કુલ વસતી 6.50 કરોડ અંદાજવામાં આવે તો આ વયજૂથના ત્રણ કરોડ લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે. રાજ્યમાં આ વયજૂથમાં સૌથી મોટું વેક્સિનેશન હશે. આ વયજૂથના નાગરિકો 24મી એપ્રિલથી વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

 

 


ગુજરાતમાં 45 વર્ષથી ઉપરના લોકોને માર્ચ મહિનાથી વેક્સન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વયજૂથમાં સૌથી ઓછા એટલે કે 1.10 કરોડ નાગરિકોનો સમાવેશ થાય છે. આશ્ચર્યની બાબત એવી છે કે રાજ્યમાં 100 કે તેથી વધુ વયના નાગરિકોની સંખ્યા 28000થી પણ વધારે છે. આ તમામનું વેક્સિનેશન થયું છે કે નહીં તેનો આંકડો સરકાર પાસે પણ નથી.

 


રાજ્યની કુલ વસતીમાં સૌથી મોટો ફાળો 18 થી 45 વર્ષની વયજૂથના લોકો છે જેનો આંકડો ત્રણ કરોડ કરતાં વધુ જોવા મળે છે. એટલે કે 1લી માર્ચથી માસ વેક્સિનેશન શરૂ થઇ રહ્યું છે. આમ છતાં ગુજરાતમાં બાળકોની સંખ્યા એટલે કે એક થી 18 વર્ષની વય ધરાવતા વયજૂથના બાળકોની સંખ્યા 2.33 કરોડ થવા જાય છે. આ વયજૂથનું વેક્સિનેશન ક્યારે શરૂ થશે તે કહેવું હજી અસ્થાને છે, કારણ કે કેન્દ્ર સરકારે હજી આ વયજૂથના બાળકો માટે પ્લાનિંગ કર્યું નથી.

 

 


ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 92 લાખ નાગરિકોના પ્રથમ ડોઝનું વેક્સિનેશન થયું છે, જ્યારે બીજા ડોઝના વેક્સિનેશનનો આંકડો 17 લાખ જેટલો થયો છે. આમ કુલ 1.08 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ વયજૂથમાં રાજ્યમાં 1.10 કરોડ નાગરિકોનો સમાવેશ થાય છે, એટલે કે રાજ્યમાં હજી અંદાજે 20 લાખ એવા નાગરિકો છે કે જેમણે વેક્સિન લીધી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસ છતાં 45 વર્ષની ઉપરના લોકોનું 100 ટકા વેક્સિનેશન હજી પૂર્ણ થયું નથી.

 

 


રાજ્યમાં પ્રતિદિન સવા લાખ થી દોઢ લાખ લોકોનું વેક્સિનેશન થાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે દિવસ પહેલાં જ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના પ્રયાસ છે કે 45 થી વધુ વયની તમામ વ્યક્તિઓને વેક્સિનેશન 30મી એપ્રિલ સુધીમાં કરવામાં આવે. જો કે 18 થી વધુ અને 45થી ઓછી વયજૂથના નાગરિકોનું વેક્સિનેશન 1લી મે થી શરૂ થવાનું ત્યારે ગુજરાતમાં બાહી રહી ગયેલા 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો વેક્સિનેશન કરાવી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS