રાજ્ય સરકારોને રસીકરણ માટે રૂપિયા 30 હજાર કરોડની જરૂર

  • April 22, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં 18 થી 44 વર્ષ ના 70 ટકા લોકોને રસી આપવા માટે જંગી રકમની જરૂર પડશે

 



દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર અત્યંત ખતરનાક બની ગઈ છે અને રેકોર્ડબ્રેક સંખ્યામાં દરરોજ નવા કેસ બહાર આવી રહ્યા છે અને મોતની સંખ્યા પણ ભયાનક રીતે વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર રસીકરણ અભિયાનને વધુ વિસ્તૃત બનાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ રાજ્ય સરકારોની આડે નાણાકીય સંકટ આવશે તેવું દેખાય છે.

 

 


રાજ્ય સરકારો ને 14 વર્ષથી માંડીને 44 વર્ષની વય સુધીના 70 ટકા લોકોને રસી આપવા માટે કુલ 30 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે અને આટલી જંગી રકમ ની વ્યવસ્થા કેવી રીતે થશે તે પણ એક મોટો પ્રશ્ન થવાનો છે.

 


કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચ માટે છૂટ આપવામાં આવી છે અને એ જ રીતે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ ની 50 ટકા જેટલી રકમ ખર્ચ કરવાની છૂટ પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે પરંતુ વ્યાપક રસીકરણ માટે રૂપિયા 30 હજાર કરોડ ની જરૂર રહેશે તે સૌથી મોટી ચિંતા ની વાત છે.
એમ માનવામાં આવે છે કે રસીકરણ ના આ વિસ્તૃત અભિયાનને સફળ બનાવવા માટે અને જંગી નાણાકીય વ્યવસ્થા કરવા માટે કેન્દ્ર સરકારની મદદ તેમજ દેશના ખાનગી ક્ષેત્રની ભાગીદારી થી રાજ્ય સરકારોને ઘણી બધી મદદ મળી શકશે.

 

 


જોકે ખાનગી ક્ષેત્ર કેટલી મદદ કરી શકે છે તે પણ હજુ દૂરની વાત છે અને તેના માટે અગાઉથી ગોઠવણ કરવી પડશે અને હવે આપણી પાસે સમય ખૂબ જ ઓછો થયો છે ત્યારે રૂપિયા 30 હજાર કરોડની વ્યવસ્થા અત્યંત જરૂરી બની છે અને એ જ રીતે દેશના દરેક આયુ વર્ગના લોકોને રસી આપવી પણ અનિવાર્ય બની છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS