વરસાદ અને પુરના કારણે અનેક રાજ્યોમાં તારાજી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

  • August 04, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અષાઢ માસમાં દેશભરમાં વરસાદી વાતાવરણ છે. આ વરસાદી વાતાવરણમાં ક્યાંક સૌંદર્ય સભર કુદરતી નજારા જોવા મળે છે તો કોઈ કોઈ જગ્યાએ પુરના કારણે સર્જાયેલી તારાજી જોવા મળી રહી છે. દેશના ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ભારતના અનેક રાજ્યો ભારે વરસાદ અને પુરનો માર સહન કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના શિવપુરીમાં સતત થઈ રહેલા વરસાદના પગલે તબાહી સર્જાઈ છે. અહીં હજારો લોકો પુરમાં ફસાયા છે. અહીંથી લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ સિવાય ચંબા ખાતે પણ ભૂસ્ખલન સર્જાયું છે. 

 

આ તરફ યૂપીના પ્રયાગરાજમાં સંગમ કિનારે ગંગા અને યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. અહીં નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. આ તરફ રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે નદીઓમાં પુર જોવા મળ્યું હતું. અહીં નદી કિનારાના ગામોમાં પાણી ઘુસી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. 

 

ભારે વરસાદના પગેલા યુપીના કાનપુરના અનેક ગામ જળમગ્ન થયા છે. અહીં ગંગા અને યમુના નદીમાં પુર આવતાં કિનારાના વિસ્તારોમાં એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. ગંગા અને યમુના નદી જોખમી સ્તરથી પણ ઉપર વહીં રહી છે. 

 

ઉપરવાસના વિસ્તારોમાં થતા વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ગંગા નદીનું જળસ્તર વધ્યું છે. જેના કારણે અનેક ગામમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં જવાના રસ્તા પણ ડુબી ચુક્યા છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે.  યુપીના સ્માર્ટ સિટી ઝાંસીમાં પણ 18 કલાકના વરસાદ બાદ રસ્તા પર વાહનોના બદલે બોટ ચાલે તેટલું પાણી ભરાયું હતું. ગંગા નદી સાથે યમુના નદીમાં જળસ્તર વધતાં પ્રયાગરાજમાં પણ પુરનું જોખમ વધી રહ્યું છે. 

 

પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદના કારણે તબાહી મચી છે. અહીં ચોતરફ પાણી પાણીની સ્થિતિ જોવા મળે છે. ઘરમાં પાણી ઘુસી જતા લોકોને ઘરની અગાસી પર રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 દિવસથી અહીંયા ભારતીય વાયુ સેના, એનડીઆરએફ અને રાજ્ય સરકાર તરફથી રાહત અને રેસ્ક્યૂનું કામ કરવામાં આવી રહ્યું છે. 

 

પુરના જોખમ વચ્ચે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 24 કલાકમાં ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, દિલ્હી, પંજાબ, હરિયાણામાં વરસાદની આગાહી કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS