સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું પ્લાન કરતાં હોય તો પહેલા જાણી લો અહીં પ્રવાસીઓ માટે બદલાયેલા સમય વિશે

  • March 12, 2021 09:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

લોહ પુરુષ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટેનું હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની ગયું છે. દિન પ્રતિદિન અહીં ફરવા આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અહીં માત્ર ગુજરાતના જ નહીં વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ જોવા મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે અનેકવિધ આકર્ષણો ઊભા કરાયા છે.

 

 

અહીં આવતા પ્રવાસીઓ માટે જંગલ સફારી અને લેસર શો આકર્ષણનું કેન્દ્ર હોય છે. જંગલ સફારીમાં તાજેતરમાં જ બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ લેસર શોના સમયમાં પણ પ્રવાસીઓના ધસારાને જોઈ ફેરફાર કરાયો છે. 

 

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ સાંજે લેસર શો 7 કલાકે યોજાતો હતો. પરંતુ હવે દિવસ લાંબો થયો હોવાથી સમયમાં ફેરફાર કરાયો છે. અહીં લેસર શો જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે તેથી આ જાણવું પણ જરૂરી છે કે શોનો નવો સમય શું છે. 

 

 

જો તમે પણ આગામી રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરતાં હોય તો જાણી લેજો કે હવેથી અહીં લેસર શો સાંજે 7 કલાકે નહીં થાય. 10 માર્ચથી લેસર શોનો સમય 7.30 કલાક કરી દેવામાં આવ્યો છે. હવેથી રોજ 7.30 કલાકે અહીં લેસર શો યોજાશે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS