કોવીડ સંક્રમણ અટકાવવા અત્યારથી જ પગલા જરૂરી, એક્ટિવ પેશન્ટની સંખ્યા થઈ 109

  • March 16, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં કોરોનાની સ્થિતી હજુ અન્ય શહેરોની તુલનાએ કાબૂમાં

જાહેર સરકારી કાર્યક્રમો પર રોક જરી: રેપિડ ટેસ્ટ સેન્ટર ચાલુ છે કે નહીં? તે પણ પ્રશ્ર્ન

 


નેતાઓ અને રાજકીય પક્ષો જાહેર કાર્યક્રમોનાં આયોજનોમાં વ્યસ્ત છે તથા આવા કાર્યક્રમોમાં કોરોના ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. બીજી તરફ કોરોના કેસ પણ સતત વધી રહ્યા છે. સોમવારે નવા 12 કેસ સાથે કુલ કેસનો આંકડો 6373 થઈ ગયો છે તો સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ 109 થઈ છે.

 


સરકારી યાદીમાં માત્ર સરકારી હોસ્પીટલમાં નોંધાતા કોરોના કેસ જાહેર થાય છે જ્યારે અન્ય ખાનગી હોસ્પીટલોમાં અને કો-મોરબીડ કેસની સંખ્યા જાહેર થતી નથી. હાલ હોસ્પીટલમાં 109 દર્દીઓ સારવાર તળે હોવાનું સરકારી યાદી જણાવે છે. જ્યારે ખાનગી હોસ્પીટલોમાં અન્ય દર્દીઓની સંખ્યા પણ મોટી હોવાની શક્યતા નકારી શકાય નહીં. ગઈકાલે જિલ્લામાં 12 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,373 થઈ છે.

 


આ 12 પૈકી ભાવનગર શહેરી વિસ્તારમાં 7 પુષ અને 3 સ્ત્રી મળી કુલ 10 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના નિરમા કોલોની, વરતેજ ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.આ સાથેે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 7 કેસ તેમજ તાલુકાઓમાં 3 કેસ મળી કુલ 10 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS