ડેવિડ વોર્નરની હૈદરાબાદના કેપ્ટનપદેથી હકાલપટ્ટી થતાં ભડક્યો સ્ટીવ વોર્નર

  • May 03, 2021 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સનરાઇઝર્સ હૈદરાબાદ ને આઇપીએલની આ સીઝનમાંથી ટુંક સમયમાં બહાર ફેંકાઇ જવાનો ખતરો તોળાઇ રહ્યો છે. ટીમને જીત મળે તે માટે ફ્રેન્ચાઇઝીએ રાજસ્થાન રોયલ્સ સામેની ટૂનર્મિેન્ટની 28 મી મેચ પહેલા કેપ્ટન બદલી દીધો છે. ફ્રેન્ચાઇઝીએ ડેવિડ વોર્નરની જગ્યાએ કેપ્ટન તરીકે કેન વિલિયમસનને આ જવાબદારી સોંપી છે.

 


વોર્નરને રાજસ્થાન સામે હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. વોર્નર મેચના દિવસ દરમિયાન બાઉન્ડ્રી લાઇન પર પાણી સાથે બેઠેલો જોવા મળ્યો હતો. વોર્નરને ટીમમાંથી આ રીતે બહાર કયર્િ પછી તેના ભાઇ સ્ટીવ વોર્નરે ફ્રેન્ચાઇઝી પર બરાબરની ભડાશ કાઢી હતી. અને આ સમગ્ર ઘટનાને ટીમની ખામી ગણાવી હતી.
સ્ટીવ વોર્નરે હૈદરાબાદને 2014 થી અત્યાર સુધીમાં વોર્નરના આઇપીએલના આંકડા શેર કયર્િ તેની એક પોસ્ટમાં ટેગ કયર્.િ તેણે આ તરફ ધ્યાન દોર્યું કે ટીમના ઓપ્નર્સને જવાબદાર બનાવવા એ મુદ્દો નથી. ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલમાં હૈદરાબાદનો મધ્યમ ક્રમ એકમાત્ર મુદ્દો હતો અને આ વર્ષે પણ કંઈ જ ફેરફાર નથી થયો. વોર્નરના ભાઈના કહેવા પ્રમાણે, હૈદરાબાદનો મધ્યમ ક્રમ શરૂ કરવાની જરૂર છે, શરૂઆતના બેટ્સમેનોને નહીં. મજબૂત મધ્યમ ક્રમ તૈયાર કરવો જોઇએ. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે એક વ્યક્તિ કે જેણે આટલા વર્ષોથી ટીમનું સંચાલન કર્યું છે, ઓપનિંગ તમારી સમસ્યાનું કારણ નથી. મધ્યમ ક્રમ બનાવો જે થોડા રન બનાવી શકે. આઇપીએલની આ સીઝન, હૈદરાબાદમાં વોર્નર દ્વારા રમવામાં આવેલી 6 મેચમાંથી માત્ર એક મેચ જીતી હતી.

 


જોકે, કેન વિલિયમસની કેપ્ટનશીપ પણ રાજસ્થાન ઉપર હૈદરાબાદને જીત અપાવી શકી ન હતી. આ ટીમે હાલમાં 7 મેચમાંથી એક મેચ જીતી છે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાન પર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS