રાજકોટમાં કોરોના વેક્સિનનો સ્ટોક ખલાસ

  • March 09, 2021 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોના સામેની કોવિશીલ્ડ રસીનો સ્ટોક પૂર્ણતાના આરે પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. આજની સ્થિતિએ ફકત 6500 રસીનો જ સ્ટોક ઉપલબ્ધ છે. આવતીકાલે બુધવારે રસીકરણમાં રજા હોય છે અને ગુરુવારે મહાશિવરાત્રીની રજા છે. જો શુક્રવાર સુધીમાં વેક્સિનનો વધુ સ્ટોક ન મળે તો હાલત માઠી થવાના અેંધાણ વતર્ઈિ રહ્યા છે. જો કે આરોગ્ય શાખાના વર્તુળો આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી અને ભેદી મૌન સેવી રહ્યા છે.

 


વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાએ વેક્સિનેશનમાં રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીએ ખુબ સારી કામગીરી કરતાં તેના પરિણામ સ્વપે હવે શહેરમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડનો સ્ટોક ખલાસ થઈ જવાના આરે પહોંચ્યો છે જેના પગલે આજે સવારથી મહાપાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહાપાલિકાની આરોગ્ય શાખાના સત્તાવાર સૂત્રો આ અંગે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી પરંતુ ઉપલાકાંઠા વિસ્તારના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રસી લેવા ગયેલા શહેરીજનોને રસી લીધા વિના જ પરત ફરવું પડયું હોવાની ચચર્િ છે. બીજીબાજુ પશ્ર્ચિમ રાજકોટમાં વેક્સિનનો સ્ટોક હજુ ઉપલબ્ધ છે પરંતુ ત્યાં આગળના આરોગ્ય કેન્દ્રમાં કામગીરી ધીમી પાડી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 


વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઉપલાકાંઠાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં આજે સવારથી વેક્સિનેશનની કામગીરી બંધ થઈ ગઈ હોવાનું શહેરીજનોમાંથી જાણવા મળે છે. જ્યારે પશ્ર્ચિમ રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી ધીમી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

 


હાલમાં 6500 વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ છે. જો શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાં અગાઉની જેમ જ દરરોજ પૂરજોશમાં વેક્સિનેશન ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો ફકત એક જ દિવસમાં 6500 વેક્સિનનો સ્ટોક ખલાસ થઈ જાય તેમ છે. હાલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ રેવન્યુ, પોલીસ અને મહાપાલિકાના સ્ટાફ તેમજ સિનિયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. તદ્ ઉપરાંત 45થી 59 વર્ષની વય સુધીના હોય અને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, લો બ્લડપ્રેશર, અસ્થમા જેવી ગંભીર બિમારીઓ ધરાવતા હોય તેવા દર્દીઓને પણ ડોકટરના સર્ટિફિકેટના આધારે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

 

મહાપાલિકા તંત્રએ સતત પ્રચાર-પ્રસાર કરીને ફેલાવેલી લોકજાગૃતિના કારણે વેક્સિનેશન માટે લોકો સતત આગળ આવી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે. બીજીબાજુ સ્ટોક ખલાસ થવાની તૈયારીમાં હોય તંત્ર પણ અવઢવમાં પડી ગયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS