રાજ્યમાં બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા સ્પષ્ટ સૂચના

  • July 02, 2021 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અન અધિકૃત વેચાણ તાત્કાલીક અસરથી બંધ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી....સાથે સાથે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાના  પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા છે

રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે...નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતીમાં આ નિર્ણય લેવામાં આવ્યો....બાયોડિઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે...બાયોડિઝલના નામે ભળતા સોલવંટ-પેટ્રોલિયમ પદાર્થોની આયાત સદંતર અટકાવવા સૂચના આપવામાં આવી છે....તેમજ બાયોડિઝલનું વેચાણ રિટેઇલ આઉટ લેટ મારફતે થઇ શકશે નહિ...ઉપલબ્ધતાના આધારે ઓઇલ માર્કેટીંગ કંપની બાયોડિઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડીંગ કરી વેચાણ કરી શકશે...શુદ્ધ બાયોડિઝલ ઉત્પાદન કરવા MSME સહિતના ઊદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરાશે 


આવા ઉત્પાદકો GPCB સહિતની જરૂરી નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટીંગ કંપનીઓને અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકશે...ભારત સરકારની બાયોડિઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું એ સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરાઇ...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બાયોડિઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે...તેમણે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે...રાજ્યમાં બાયોડિઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિજય રૂપાણીએ આ સુચનાઓ આપી હતી...બાયોડિઝલના નામે ભળતા પદાર્થો વેચાવાની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ પાસાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને આ બેઠકમાં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS