ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની પવનની ચેતવણી

  • June 16, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છૂટા છવાયા ઝાપટાંની સાથોસાથ ૪૦થી ૪૫ કિલોમીટરની ઝડપે અને અરબી સમુદ્રમાં ૬૦ કિલોમીટરની ઝડપે પવન ફંકાવાની આગાહી

 


વરસાદ કયારે આવશે તેવો સવાલ દરેક લોકોના મનમાં છે અને તેનો જવાબ આપવાને બદલે હવામાન ખાતાએ આજે પવનની આગાહી કરી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં આગામી ચાર દિવસ માટે તોફાની પવન ફંકાશે અને તેની ગતિ પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કિલોમીટરની રહેશે યારે અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં પવનની ગતિ ૫૫ થી ૬૦ કિલોમીટરની રહેશે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર કચ્છ અમદાવાદ આણદં અને ખેડા જિલ્લામાં પવનની ગતિ વધુ હશે અને પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફંકાશે. આ ઉપરાંત કેરાલા કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર્ર અને ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અને આંદામાનમાં પણ પવનની ગતિ પ્રમાણ વધુ રહેશે

 


સુરતમાં પોણો ઈંચ: રાજકોટ, ગોંડલ સહિત અન્યત્ર ઝાપટાં
સુરતમાં પોણો ઈંચ વરસાદ પડો છે યારે સુરત જિલ્લાના મહુવા કામરેજ નવસારી જિલ્લાના ચીખલી નવસારી વલસાડ જિલ્લાના ઉમરગામ વડોદરા જિલ્લાના શિનોર રાજકોટ જિલ્લાના ગોંડલ અને રાજકોટ ભાવનગર જિલ્લામાં મહુવા નવસારી જિલ્લામાં જલાલપુર વલસાડ અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને તાપી જિલ્લામાં કુકરમુંડા ખાતે ૧ થી ૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારા પછી ગઇકાલે મોડી રાત્રે ઝાપટું પડું હતું અને બે મિલીમીટર વરસાદ નોંધાયો છે ગોંડલમાં પણ ઝાપટું પડું હતું અને ૧ મિલીમીટર વરસાદ નોંધાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS