અમરેલીમાં લોકડાઉન ના કાયદાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસની કડક કાર્યવાહી

  • October 28, 2020 11:34 AM 

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૯૦ ઇસમો સામે ૧૩૪ ગુન્‍હાઓ દાખલ કરી તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ  

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા કોરોના વાયરસના અસરગ્રસ્‍ત જિલ્‍લાઓ/વિસ્‍તારોમાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશ કરતાં તથા જિલ્‍લા બહાર જતાં વાહનોને અટકાવવા, જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર ૨૭ (સત્યાવીસ) ચેકપોસ્‍ટ શરૂ કરી, જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવા માટે ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી સી.આર.પી.સી. કલમ ૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા જુદા જુદા નોટીફીકેશન બહાર પાડી કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૧૯૦ ઇસમો વિરૂધ્‍ધ ૧૩૪ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૩૧૦ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ કેટલાક ઇસમો દ્વારા ગઇ કાલ તા.૨૭/૦૩/૨૦૨૦ ના રોજ દુકાનો ખુલ્‍લી રાખી, ટોળા ભેગા કરી, દુકાનમાં સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા – ૧૭ ઇસમો સામે લાઠી, મરીન પીપાવાવ, વંડા, સાવરકુંડલા ટાઉન, રાજુલા, બાબરા, અમરેલી સીટી તથા જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧૭ ગુન્‍હા રજી. કરાવવામાં આવેલ છે.

તેમજ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૪૭ ઇસમો સામે લાઠી, બગસરા, જાફરાબાદ, ખાંભા,  અમરેલી તાલુકા, લીલીયા, બાબરા, અમરેલી સીટી તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪૫ ગુન્‍હાઓ રજી. કરાવવામાં આવેલ છે.

 બિનજરૂરી કામ વગર ભેગા થતાં, જુગાર રમતાં, ક્રિકેટ રમી જાહેરનામાનો ભંગ કરતાં ૪૮ ઇસમો સામે બગસરા, ધારી, દામનગર, જાફરાબાદ તથા બાબરા પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૭ ગુન્‍હા રજી. થયેલ છે.

માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી જાહેરમાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં ૨૦ ઇસમો વિરૂધ્‍ધ ચલાલા, વડીયા, જાફરાબાદ, લીલીયા, બાબરા તથા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧૪ ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે.                              

આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૭ ઇસમો વિરૂધ્‍ધ મરીન પીપાવાવ તથા નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૭ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.
અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાંથી અમરેલી જિલ્‍લામાં પ્રવેશતા ૫૦ ઇસમો વિરૂધ્‍ધ લાઠી, વંડા, વડીયા, ધારી, દામનગર, જાફરાબાદ, નાગેશ્રી, લીલીયા, બાબરા, અમરેલી સીટી તથા ડુંગર પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪૩ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે. તથા કુલ ૩૧૦ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.  

હોમ કોરેન્ટાઇનમાં રહેવા સુચના આપેલ હોવા છતાં ઘરમાં નહીં રહી બહાર આંટા ફેરા મારી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં ૧ ઇસમ સામે જાફરાબાદ પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS